જામનગરમાં એરફોર્સનો કર્મચારી 80 હજારની લાંચ લેતા ઝડપાયોSeptember 22, 2018

કોન્ટ્રાકટર પાસે ક્લીયરન્સ પેટે 80 હજાર માંગતા ગાંધીનગર સીબીઆઈએ રંગે હાથ દબોચ્યો
રાજકોટ તા,22
જામનગરમાં એરફોર્સના કર્મચારીને ગાંધીનગરની સીબીઆઈની ટીમે લાંચ માંગવાનાં કિસ્સામાં રંગેહાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. આસી. એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા કર્મીએ કોન્ટ્રાકટર પાસે ક્લીયરન્સની કામગીરી માટે રૂા. 80 હજારની લાંચ માંગતા ગાંધીનગરની ટીમે ધામા નાંખ્યા હતા. દરમિયાન એરફોર્સના દરવાજા બહાર જ કર્મચારીને રંગેહાથ ઝડપી પાડી ગાંધીનગર લઇ જવાયા હોવાનું જાણવા મળે છે.
જામનગર એરફોર્સમાં આસી. એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા એરફોર્સના કર્મચારીને એક કોન્ટ્રાકટર પાસેથી રૃા. 80 હજારની લાંચ રકમ માંગવા અંગે એરફોર્સના ગેઇટની બહાર ગાંધીનગર સી.બી.આઇ.ની ટીમે ઝડપી લીધો છે અને વધુ પુછપરછ માટે ગાંધીનગર લઇ ગયા છે.
જામનગરના એરફોર્સના ગેઇટની બહારના વિસ્તારમાં આજે સવારે આઇ.એ.એફ.ના એકાઉન્ટન્ટ પંકજકુમારને ગાંધીનગરથી આવેલી સી.બી.આઇ.ની ટીમે રૃા. 80 હજારની લાંચની માંગની કરવાના પ્રશ્ને ઝડપી લીધો છે અને જરૃરી આગળની કાર્યવાહી કરવા માટે તેમજ વિશેષ પુછપરછ માટે ગાંધીનગર લઇ ગયા છે.
આઇ.એફ.એ.ના એકાઉન્ટન્ટ પંકજકુમારે એક કોન્ટ્રાકટરને જરૃરી કિલયરન્સની કાર્યવાહી કરવા માટે 80 હજાર રૃપિયાની માંગણી કરવામાં આવી હતી જે માંગણી અંગે ગાંધીનગર સ્થિત સી.બી.આઇ.ની કચેરીએ ફરિયાદ કરવામાં
આવી હતી.
જે ફરિયાદના આધારે આજે સી.બી.આઇ.ની ગાંધીનગરની ટીમે જામનગરમાં ધામા નાખ્યા હતા અને એકાઉન્ટન્ટને ઝડપી લઇ વિશેષ તપાસ શરુ કરી છે.