કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અમરેલીમાં

 પાંચ એમ્બ્યુલન્સવાન અને મોબાઇલ અઝખવાનનું
લોકાર્પણ કરાયું
અમરેલી : અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સહિતની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘે હાજરી આપી હતી. સહકારી આગેવાનો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંઘે બેઠક યોજી હતી તેમાં વડાપ્રધાનની ડિઝીટલ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી હતી ત્યાબાદ ઇન્ડિયન ઓઇલના સહયોગથી પાંચ એમ્બ્યુલન્સ વાન અને એટીએમ મોબાઇલ વાનને રાજનાથસિંઘે લીલીઝંડી આપી હતી.
અમરેલીમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ જિલ્લા બેન્ક સહિતની સહકારી સંસ્થાની સાધારણસભામાં હાજર રહ્યા હતા જિલ્લાનાં ભાજપ પરિવાર, ભાજપ પ્રેરિત સહકારી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રમાં જબ્બરો ધમધમાટ જોવા મળી રહ્યો છે.આજે સવારે લીલીયા રોડ પર આવેલ ખેડૂત તાલીમ ભવનમાં સવારે 9થી કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા બેન્કનાં ચેરમેન દિલીપ સંઘાણીનાં માર્ગદર્શન તળે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.