જામનગરમાં ગણેશકુંડમાં 812 પ્રતિમાનું વિસર્જનSeptember 20, 2018


સાતમાં દિવસે વિસર્જન કરવા ભાવિકોની ભીડ : ફાયર અને તરવૈયાની ટીમ તૈનાત
જામનગર તા,20
જામનગર મહાનગરપાલિકા દ્વારા વાલસુરા રોડ પર પોલીસ સ્ટેશન સામે ગણપતી વિસર્જનની પ્રક્રિયા સરળતાથી થાય તે માટેનો વિસર્જન કુંડ બનાવાયો છે. જેમાં અત્યાર સુધી નાની - મોટી કુલ 812 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે અને હજુ અનંત ચતુરદશી સુધી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાશે જેના માટે જરૂરી પાણી તેમજ તરવૈયાઓ સહિતની ટીમની તેનામાં રખાઇ છે.
જામનગર શહેરમાં ચારેક હજાર જેટલા સ્થળોએ ગણપતિ મોહત્સવ નિમિત્તે ભગવાન ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન થાય છે. ત્યાર પછી દોઢ દિવસ - ત્રણ દિવસ - પાંચ દિવસ અને સાત દિવસ માટેના ગણપતિજીનું વિસર્જન કરી લેવાયું હતું. જામનગરના રોઝી બંદરે ગણપતિ વિસર્જન કરવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા વાલસુરા રોડ પર બેડી મરીન પોલીસ સ્ટેશન સામે ગણપતિ વિસર્જન કુંડ બનાવાયો છે. જેમાં સાડા છ ફુટથી વધુ પાણી ભરવામાં આવ્યું છે. જેની અંદર સાત દિવસ સુધીના સમયગાળા દરમિયાન કુલ 812 મૂર્તિઓ વિસર્જીત કરી દેવાઇ છે. જેના માટે ફાયર બ્રિગેડનો સ્ટાફ તેમજ તરવૈયાઓની ટીમની મદદ લેવામાં આવી છે. બાકીના દિવસો માટે પણ વિસર્જનનું કાર્ય અવિરત ચાલુ રખાયું છે જેને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.