લીલિયા બૃહદ ગીરમાં ગુમ થયેલ સિંહબાળ શોધવામાં વનતંત્ર નિષ્ફળSeptember 20, 2018

અમરેલી તા.20
લીલીયા બૃહૃદગીરની વયોવૃઘ્ધ અને ગૌરવ શાળી ગણાતીરાજમાતા સિંહણે પાંચ માસ પુર્વે બ્રહૃદગીરી વિસ્તારમાં સિંહ બાળને જન્મ આપ્યો હતો. જેને લઈ ગ્રીન એમ્બેસેડર જીતેન્દ્રભાઈ તળાવીયા, પર્યાવરણક્ષેત્રે કામગીરી કરતા કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો આનંદની લાગણી છવાય જવા પામેલ પરંતુ થોડા દિવસો બાદ રાજમાતા સિંહણે સાથે ખેલકુદ કરતું સિંહબાળ નજરે ન પડતું હોવાની ચર્ચાઓ જોર પકડયું હતું. જેથી સ્થાનિક પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મનોજ જોષીએ વન અધિકારીને પત્ર લખી રાજમાતા સિંહણનાં નાનકડા સિંહબાળની હયાતીની ખરાઈ કરવા માંગણી કરેલ આ રજુઆત બાદ જવાબદાર તંત્ર હરકતમાં આવી આઠ થી દસ દિવસ સિંહબાળનું લોકેશન મેળવવા પ્રયાસો કરી સિંહબાળનું લોકેશન ન મળતા પ્રયાસો બંધ કરી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.