ઘાયલ પોલીસે 1000 લોકો સામે કરી ફરિયાદSeptember 20, 2018


ગાંધીનગર: વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા દિવસે કોંગ્રેસે ગાંધીનગરમાં ખેડૂતોના હક્ક માટે એક આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. ખેડૂતોની આક્રોશ રેલી વિધાનસભાનો ઘેરાવો કરતા પોલીસ સાથે ચકમક ઝરી હતી. આ સંઘર્ષમાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો પણ જોડાયા હતા. આ રેલીમાં અવ્યવસ્થા થતાં એક પોલીસકર્મીઓ ઉપર પથ્થરમારો
થતા એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આક્રોશ રેલીમાં થયેલા પથ્થરમારાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ ચૌધરીએ આજે ગાંધીનગર સેક્ટર-7 ખાતે પોલીસ ફરિયાદ નોધાવી છે. આ મામલે પોલીસે એક હજાર લોકોના ટોળા સામે જાહેરનામાના ભંગનો કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંમેલન બાદ કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા.
રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરના નીકળેલા કાર્યકરોને રોકવા માટે ગાંધીનગરના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. રેલી દરમિયાન અનેક જગ્યાએ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન એક પોલીસકર્મીનું માથું ફૂટી ગયું હતું.