નવો સ્માર્ટફોન ખરીદો તો સૌથી પહેલા ડાઉનલોડ કરો આ એપSeptember 19, 2018

નવો સ્માર્ટફોન ખરીદ્યા પછી આપણે તેમાં દરેક પ્રકારના સેટિંગ કરવા લાગીએ છીએ. ફેમિલી અને ફ્રેન્ડસના કોન્ટેક્ટ નંબર સેવ કરવા, પ્લે સ્ટોરમાં જઈને સોશિયલ મીડિયાની એપ્સ ડાઉનલોડ કરવી વગેરે. પરંતુ એક એપ એવી છે જે તમારે સૌથી પહેલા ઈન્સ્ટોલ કરવી જોઈએ.
પોતાના નવા સ્માર્ટફોનમાં સૌથી પહેલા ઋશક્ષમ ખુ ઉયદશભય એપ ડાઉનલોડ કરો. આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળશે. જો તમે આ એપ ઈન્સ્ટોલ કરેલી હશે અને તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જશે તો આ એપ તમને ફોન શોધવામાં મદદ કરી શકે છે. આ એપ અંતિમ વાર ટ્રેક કરવામાં આવેલા લોકેશનની મદદથી ફોનને શોધવામાં મદદ કરે છે.
ગૂગલ અકાઉન્ટમાં જઈને સાઈન ઈન કરો. આનાથી તમારી ડિવાઈસ તમારા અકાઉન્ટ સાથે જોડાઈ જશે. તમારા ખોવાયેલા સ્માર્ટફોનના સટીક લોકેશનને ટ્રેક કરવા માટે અને જરૂર પડે ત્યારે લોકેશનનો રેકોર્ડ આપવા માટે આ સર્વિસમાં વાઈ-ફાઈ અને ૠઙજનો ઉપયોગ થાય છે. ફોન ખોવાઈ જાય ત્યારે આ એપ સૌથી વધારે કામ આવે છે.
ઋશક્ષમ ખુ ઉયદશભય એપ કામ કરે તે માટે નીચેની બાબતો જરૂરી છે. ખોવાયેલી એન્ડ્રોઈડ ડિવાઈસ ઓન હોવી જરૂરી છે.ગૂગલ અકાઉન્ટમાં સાઈન-ઈન હોવું જોઈએ. તમારો મોબાઈલ, ડેટા અથવા વાઈ-ફાઈથી કનેક્ટ હોવો જોઈએ. ગૂગલ પ્લે પર વિઝિબલ હોવો જોઈએ. તમારા મોબાઈલનું લોકેશન ઓન હોવું જોઈએ.તમારા મોબાઈલમાં ઋશક્ષમ ખુ ઉયદશભય ઑન હોવું જોઈએ.
ખોવાયેલી ડિવાઈસ ટ્રેક કરવી અત્યંત સરળ છે. સૌથી પહેલા ફક્ષમજ્ઞિશમ.ભજ્ઞળ/રશક્ષમ પર જાઓ. અહીં તમે તમારી ડિવાઈસ અંતિમ વાર જે લોકેશન પર હશે તે મેપ પર જોઈ શકશો. તમે ડિવાઈસને રિંગ પણ કરી શકો છો. આનાથી તમને ખોવાયેલી ડિવાઈસ વિષે જાણકારી મેળવવામાં મદદ મળી શકે છે.
બની શકે કે તમારો ફોન સેલ્યુલર અથવા વાઈ-ફાઈ સર્વિસથી બહાર હોય અથવા પછી કનેક્ટ ના થયેલો હોય, તો પણ તમે ડેટાને સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો તમે ફોનને રિમોટથી પણ કંટ્રોલ કરી શકો છો.
આનાથી તમે ઓફલાઈન હશો તો પણ પોતાનો ડેટા ડિલિટ કરી શકો છો. ત્યારપછી ડિવાઈસ કનેક્શન સાથે જોડાશે તો ડેટાને રિસ્ટોર કરી શકશો.
ઘણીવાર આપણે મોબાઈલ સિવાયની અન્ય ડિવાઈસને પણ ગૂગલ અકાઉન્ટ સાથે કનેક્ટ કરીએ છીએ. તમે તમારી સ્માર્ટવોચ, ટેબલેટ અથવા અન્ય ડિવાઈસ ખોવાઈ જાય તો તેને ટ્રેક કરી શકો છો. તમને સમજાયું હશે કે ઋશક્ષમ ખુ ઉયદશભય તમારા એન્ડ્રોઈડ ડિવાઈસને સુરક્ષિત રાખવા માટે કેટલી જરૂરી છે.