ધો.12ના રિઝલ્ટના પાંચ મહિના બાદ 21મીથી આયુર્વેદિક-હોમિયોપેથિકની પ્રવેશ પ્રક્રિયાSeptember 19, 2018

 બીજા રાઉન્ડમાં 1000 નવી અને પ્રથમ રાઉન્ડમાં બાકી રહી ગયેલી બેઠકો પર અપાશે પ્રવેશ
રાજકોટ તા.19
ધો.12 સાયન્સ પછીનાં ત્રણ પેરોમેડિકલ કોર્સિસમાં પ્રવેશનો બીજો તબક્કો 21મી થી શરૂ થશે. ધો.12 ની માર્ચમાં લેવાયેલી પરીક્ષાનું મે મહિનામાં પરિણામ આવ્યાનાં છે’ ક પાંચ મહિના બાદ પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ છે. કોલેજોની મંજુરીની પ્રક્રિયા બાકી હોવાથી પ્રવેશમાં ઢીલ થઈ છે, હવે સરકારે 20 કોલેજોને મંજુરી આપી દેતા 1000 નવી બેઠકો અને પ્રથમ રાઉન્ડમાં ખાલી રહી ગયેલે બેઠકો પર નવો બીજો રાઉન્ડ 21મીથી શરૂ થશે.આયુર્વેદિક અને હોમિયોપેથીમાં 20 કોલેજોની મંજૂરી આવી જતા પ્રવેશ સમિતિ દ્વારા આજે બીજા રાઉન્ડની જાહેરાત કરવામા આવી છે.જે મુજબ 21મીથી બીજો રાઉન્ડ યોજાશે. જો કે આયુર્વેદિકમાં 11 અને હોમિયોપેથીમાં 9 સહિત હજુ પણ 20 કોલેજોની મંજૂરી બાકી છે.
ધો.12 સાયન્સ પછીના નીટ આધારીત ત્રણ પેરામેડિકલ કોર્સીસ એવા આયુર્વેદિક ,હોમિયોપેથી અને નેચરોપેથીમાં કોલેજોની મંજૂરી બાકી હોવાથી ખૂબ જ મોડી પ્રવેશ પ્રક્રિયા શરૃ થઈ છે.અગાઉ પ્રવેશ સમિતિ દ્વારા નીટ આધારીત પાંચ કોર્સમાંથી મેડિકલ અને ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા પુરી કરી દેવાઈ હતી અને થોડા દિવસ પહેલા આયુર્વેદિક અને હોમિયોપેથીમાં જે કોલેજોની મંજુરી આવી હતી તેની બેઠકો માટે પ્રથમ રાઉન્ડ કરવામા આવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી આયુર્વેદિકમાં 138 અને હોમિયોપેથીમાં 439 સહિત 577વિદ્યાર્થીઓએ રીપોર્ટિંગ ન કરાવી પ્રવેશ ક્ધફર્મ કર્યો નથી.જો કે પ્રવેશ સમિતિ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની ફી ભરવાની અને રીપોર્ટિંગની તક આપવાની રજૂઆતને પગલે આવતીકાલે 19મીથી 20મી સુધી બે દિવસ માટે ફી ભરવાની અને હેલ્પ સેન્ટર પર રીપોર્ટિંગ કરવાની તક આપવામા આવી છે.
જ્યારે આયુર્વેદિક અને હોમિયોપેથીની અનુક્રમે 30-30 સહિત 60 કોલેજોમાંથી 40 કોલેજોની મંજુરી બાકી હતી જેમાંથી
20 કોલેજોની રીન્યુઅલ પરમિશન આવી ગઈ છે.જેથી એક હજાર બેઠકો ઉમેરાતા આ નવી એક હજાર બેઠકો અને અગાઉના રાઉન્ડની ખાલી રહેનારી બેઠકો માટે 21મીથી બીજો રાઉન્ડ કરવામા આવશે. જેમાં 21મીથી 23મી સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે અને 24મીએ બેઠકોની ઓનલાઈન ફાળવણી કરવામા આવશે. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 25મી અને 26મી એમ બે દિવસ દરમિયાન ફી ભરી અને રીપોર્ટિંગ કરાવી પ્રવેશ ક્ધફર્મ કરવાનો રહેશે.
મહત્વનું છેકે આયુર્વેદિકમાં 11 અને હોમિયોપેથીમાં 9 સહિત 20 કોલેજોની મંજુરી હજુ બાકી છે અને આ બે કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદ્દત 30મી સપ્ટેમ્બર જ છે.જેથી સમિતિએ બીજો રાઉન્ડ જાહેર કરી દેવો પડયો છે.જ્યારે નેચરોપેથીમાં એક જ કોલેજ છે અને તે કોલેજની મંજૂરી ન આવતા નેચરોપેથીમાં તો પ્રવેશ શરૃ જ થઈ શક્યા નથી.