CBSE દિવ્યાંગ છાત્રો માટે ‘સાઇન લેંગ્વેજ’ તૈયાર કરશે

  • CBSE દિવ્યાંગ છાત્રો માટે ‘સાઇન લેંગ્વેજ’ તૈયાર કરશે

 બ્રેઈલ લિપિને ફરજિયાત વિષય બનાવાશે જેમાં કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ, વિષય પસંદગી સહિતના વિકલ્પો અપાશે
 વર્ગ ખંડમાં આવી શકે તેવા દિવ્યાંગ છાત્રો માટે ઓનલાઈન કલાસની પણ જોગવાઈ કરાઇ
નવી દિલ્હી તા.19
સીબીએસઈએ તમામ શૈક્ષણીક સંસ્થાઓ, તમામ શૈક્ષણીક બોર્ડને એક ગાઈડ લાઈન જાહેર કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે એક ગાઈડ લાઈન જાહેર કરી છે.આ ગાઈડ લાઈનનો મુસદો કેન્દ્રનાં શિક્ષણ મંત્રાલયનાં નેજા હેઠળ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સરકારી અને બિન સરકારી સંસ્થાઓએ મળીને તૈયાર કર્યો છે જેમાં સીબીએસઈની તમામ શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ ભારતીય સાઈન લેંગ્વેજ તૈયાર કરવામાં આવશે. તેમજ બ્રેઈલ લીપીને દિવ્યાંજ વિદ્યાર્થીઓ માટે
ફરજિયાત વિષય બનાવવામાં આવશે. તેમજ તેમાં કમ્યુટર બેઝડ ટેસ્ટ, વિષય પસંદગીમાં છુટછાટ તેમજ મલ્ટિલેવલ ડિફિકલ્ટી ઓપ્શન આપવામાં આવશે.
આ પ્રસ્તાવ મુજબ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં એક અને બે એમ બે ડિફિકલ્ટી લેવલ બનાવવામાં આવશે તેમજ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ વર્ગ ખંડમાં આવી શકે તેમ નથી તેમના માટે ઓનલાઈન કલાસની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત શૈક્ષણીક સંસ્થાઓને દિવ્યાંગો માટેની આંતર માળખાકીય સુવિધાઓથી સુસજજ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં અવર જવર માટે લિફટ અથવા સ્લોટ અને દિવ્યાંગો માટે કમ સે કમ એક ટોઈલેટ બનાવવાની વાત છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં સીબીએસઈમાં આશરે 24 લાખ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ આશરે 4 લાખ જેટલા દિવ્યાંગ વિદ્યાથીઓ છે.
દેશની 22.44 ટકા જેટલી જ શાળાઓમાં દિવ્યાંગો માટે આંતર માળખાકીય સુવિધાઓ છે. આ પગલાથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી અડચણમાં સુધારો થશે એમ મનાઈ રહ્યું છે.