નમ્રતા જૌની: કાઠિયાવાડી કુડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાઠુ કાઢ્યુંSeptember 18, 2018

રાત્રીના અઢી વાગ્યાના સુમારે મોબાઈલની રિંગ વાગે છે. એ ફેશન ડિઝાઈનર યુવતી સફાળી જાગી જાય છે.ફિલ્મના સેટ પરથી પોતાની આસિસ્ટન્ટનો કોલ છે.મનમાં અનેક સવાલ ઉદભવે છે કે શું કામ હશે,કઈ ભૂલ થઇ હશે,કોઈ ફરિયાદ હશે કે શું?મનમાં અનેક પ્રશ્ર્નનો અને મુંજવણ સાથે ફોન રિસીવ કરે છે.સામે છેડે અસીસીટેન્ટ કહે છે કે મેમ કંગના રનો વાત કરવા માંગે છે. ફરી હૃદય એક ધબકારો ચુકી જાય છે. અને વાત કરવા મન મક્કમ બનાવે છે. અને "હેલો કહેતા જ સામે છેડે કંગના અભિનંદનની વર્ષા કરતા અત્યંત સારા બનેલા કોસ્ચ્યુમની પ્રશંસા કરે છે. અને એ ફેશન ડિઝાઇનરને અંદરથી પેહેલી વખત ખુશી ફીલ થાય છે. આ બનાવ તે ક્યારેય જીવનમાં ભૂલી નહિ શકે, આ વાત છે વિખ્યાત ફિલ્મ
"તનું વેડ્સ મનુ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈનર નમ્રતા જૌનીની.... હિન્દી ફિલ્મના જગતમાં મોટી મોટી હસ્તીઓના કોસ્ચ્યુમ ડિઝાઇન જેમણે કરેલ છે તે નમ્રતાની સફળતાની યાત્રા પણ ખુબ રસપ્રદ છે અને એક ગુજરાતી તરીકે આપણને રસ પડવાનું વધુ કારણ એ છે કે નમ્રતા પોતે "ગુજ્જુ ગર્લ છે.
નમ્રતાનો જન્મ મુંબઈમાં થયો હતો પરંતુ દાદા કોડીનારમાં અને નાના જામનગરના એટલે એનામાં કાઠિયાવાડનું લોહી છે એમ કહીએ તો ખોટું નથી. માતા રેણુકા ચૌધરી સિંગલ મધર હોવાને કારણે બાળપણ મામાના ઘરે જામનગરમાં વીત્યું. અભ્યાસમાં ખાસ કરી ન શકનાર નમ્રતા ધોરણ 10માં તો નાપાસ પણ થયા હતા એ સમયે માતાની ઈચ્છા તો પીટીસી કરાવી ટીચર બનાવાની અને વહેલી તકે પરણાવી દેવાની હતી.પરંતુ બાળપણથી મૌલિક વિચારો અને કલાના રંગે રંગાયેલ નમ્રતાને કૈક અલગ જ કરવું હતું. ઘરમાં બધાના વિરોધ વચ્ચે તેણે સ્કોલરશીપ મેળવીને મુંબઈની સોફિયા કોલેજમાં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પૂરો કર્યો.કોલેજ કેમ્પસની નજીક જ વિખ્યાત ગાંધી ફિલ્મ માટે જેમને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો તે વિશ્ર્વ વિખ્યાત કોસ્ય્યુમ ડિઝાઈનર ભાનુ ઐથૈયાની ઇન્સ્ટિટ્યૂટ હતી એટલે અવાર નવાર તેઓ ભેગા થતા હતા અને એમની પાસેથી ઘણી શીખ પણ મળી. ત્યારબાદ ફિલ્મોમાં ફેશન ડિઝાઇનિંગ શરુ કર્યું પોતાના એક્ઝિબિશનમાં તેલુગુ ફિલ્મના વિખ્યાત ડિરેકટરના પત્ની આવ્યા હતા.તેમણે નમ્રતાની ડિઝાઇન્સ ખુબજ ગમી અને ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ કરવાનું કહ્યું
એક દિવસ નમ્રતાને જવાનું બન્યું અને ત્યાંજ તે ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈનરને અણબનાવ બન્યો અને નમ્રતાને એ ફિલ્મ માટે કામ મળ્યું અને એ ફિલ્મનું નામ હતું "દિલ કબડી જેમાં ઇરફાન ખાન અને રાહુલ ખન્ના જેવા વગેરે સાથે કામ કરવા મળ્યું પરંતુ એ પણ એટલું સહેલું ન હતું,ઈરફાન ખાનને 20 જેટલા પ્રેઝેન્ટેશન આપ્યા બાદ તેઓ સહમત થયા અને અડધી ફિલ્મ બાદ રાહુલ ખન્ના પણ તેમના કામથી પ્રભાવિત થયા અને ત્યાર બાદ તેમનું કામ જ બોલવા લાગ્યું અને પછી દિલ કબડી પાનસિંહ તોમર, તનુ વેડ્સ મનુ, રમ પમ પોસ, મેહફુઝ વગેરે અનેક ફિલ્મોમાં ખુબજ ટૂંકા પોતાના કોસ્ચ્યુમથી પોતાની એક અનોખી ઓળખ હાંસલ કરી.
બહુ જ ઓછા સમયમાં વિખ્યાત એક્ટર આર માધવન, કંગના રનોત, સોહા અલી ખાન, નીલ નીતિન મુકેશ, સ્વરા ભાસ્કર, દિપક ડોબરીયા, જેવા ચુનંદા કલાકારો સાથે વગેરે સાથે કામ કર્યું અને પોતાનું એક અલગ નામ બનાવ્યું.આજે હિન્દી ફિલ્મમાં નમ્રતાનું નામ આદર સાથે લેવામાં આવે છે.મહેફુસ અને રમ પમ પોસ માં નમ્રતાએ કોસ્ચુમ ડિઝાઇનિંગ ઉપરાંત એક્ટિંગ પણ કરી હતી. હાલમાં ‘24 સ્ટુડિયો’ નામના પોતાના હોમ પ્રોડક્શન હેઠળ ફિલ્મો પણ બનાવી રહ્યા છે તેમજ નવા ઉભરાતા કલાકારોને માર્ગદર્શન માટે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરુ કરી છે જેમાં તેઓ લાઈવ પ્રોગ્રામમાં બધાના પ્રશ્ર્નોના જવાબ પણ આપે છે. નમ્રતા દેશની ટોચની કંપનીઓની જાહેરાતમાં પણ ચમકી છે. નમ્રતા કહે છે કે તેનું એક ડ્રિમ સંજય લીલા ભણશાલી ની ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કરવાનું છે અને સાથોસાથ દીપિકા પાદુકોણેના કોસ્ય્યુમ ડિઝાઇન કરવાનું પણ એક સ્વપ્ન છે. નમ્રતા કહે છે કે ફિલ્મના રોલ મુજબ કોસ્યુમ તૈયાર કરવાના હોય છે પણતનુ વેડ્સ મનુ ફિલ્મ હોઈ તો સ્વાભાવિક રીતે જ લગ્નનો માહોલ ઉભો કરવો અને ઝાકમઝાળ અને ફાસ્ટ કલર પસંદ કરવા પડે અને તે મુજબ ડિઝાઇન પણ તૈયાર કરાવી પડે. જોકે ઘણી વખત સિમ્પલ અને એલિગન્ટ લુક્સમાં હીરો કે હિરોઈન વધુ જાજરમાં લાગતા હોય છે.
એમેઝોન પર નમ્રતા જૌની બ્રાન્ડના ક્લોથ્સ પણ સેલ કરે છે. પણ નમ્રતાને અનેક સંઘર્ષો બાદ સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે આમ છતાં તેના પગ જમીન પર જ છે અને ભવિષ્યમાં તે પોતાનો મેઇકઓવર સ્ટુડિયો ખોલવા માંગે છે જેના દ્વારા તે નવા આર્ટિસ્ટને મદદ કરવા માંગે છે હજુ તેને સફળતાનાં અનેક ખેડાણ બાકી છે.નમ્રતાના દરેક સ્વપ્ન પુરા થાય અને તે સફળતાનાં નવા શિખર સર કરે તેવી શુભેચ્છા. ભાવિ સ્વપ્નો થયા સાકાર
21 સપ્ટેમ્બરે રિલીઝ થનાર ‘દોબારા’ ફિલ્મમાં બધાજ કોસ્ચ્યુમ ડિઝાઇન નમ્રતાએ કર્યા છે. જેના ડિરેકટર છે "વઝીર ફેઈમ બિજોય નામ્બિયાર, માનવ કોલ અને પાર્વતી ઓમ કટ્ટમ અભિનીત આ ફિલ્મને લઈને નમ્રતા ખુબજ આશાવાદી છે. આ ઉપરાંત પોતાના હોમ પ્રોડક્શન 24 સ્ટુડીયોઝ અને બાલાજી એન્ટરટેઇન્મેન્ટ દ્વારા રિલીઝ થનાર ફિલ્મ "મેન્ટલ હે ક્યાં ફિલ્મ તેમની કારકિર્દી માં ટર્નિંગ પોઇન્ટ સમાન બની રહેશે. નમ્રતાના પણ ફેન છે આ એક્ટરો
આમ તો નમ્રતાએ ઘણા કલાકારો સાથે કામ કર્યું છે તેમના કોસ્યુમ ડિઝાઇન કર્યા છે પણ ઇરફાન ખાન્નના કોસ્યુમ તેણે સૌથી વધારે તૈયાર કર્યા છેે. એક વખત તેનું જાકીટનું ફિટિંગ કરવાને બદલે સ્લીવ ભૂલથી તેના આસિસ્ટન્ટ કાઢી નાખી ત્યારે ઇરફાન ખાન ગુસ્સ થઇ જશે તેવું લાગ્યું હતું પણ બ્રોન્ડેડ કંપનીનું ખૂબ જ કિંમતી જાકીટ બગડી ગયું હોવા છતાં એને નવી ફેશન તરીકે લીધું હતું આજે ઇરફાનના આઉટ ફિટ્સ તેમજ તેના ફેમિલીના બધાજ ક્લોથ્સ નમ્રતા કરે છે અને ઈરફાન ખાનના માપ માટે નમ્રતાને પેહેલો કોલ જાય છે, આ ઉપરાંત કંગના,સ્વરા ભાસ્કર,આર માધવન અને નીલ નીતિન મુકેશ ઉપરાંત સોહાઅલી ખાનના કોસ્ચ્યુમ પણ તે બનાવી ચુકી છે અને કલાકારો પણ તેમના કામ થી ખુશ છે