ભક્તિનો કલાત્મક રંગ: ડેકોરેટીવ આરતીSeptember 18, 2018

ગણપતિદાદાની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે. તેમજ નવલા નોરતા પણ નજીકમાં જ છે તો આવા ભક્તિમય દિવસોમાં હૃદયના ભાવને કલાત્મકતાથી રજુ કરવા માટે વિવિધ પ્રકારે સજાવટ કરી શકાય.
કોઈપણ આરાધનામાં આરતીનું મહત્વ રહેલુ છે. આ આરતીની થાળી કે ડીશને અલગ અલગ પ્રકારે સજાવટ કરીને ભક્તિને કલાત્મક રંગ આપી શકાય છે. સામાન્ય રીતે આપણે બધા આરતીની સજાવટ કરતા હોઈએ છીએ. જેમાં બે પ્રકારે સજાવટ થઈ શકે છે એક ટેમ્પરરી અને બીજી પરમેનેન્ટ, ટેમ્પરરી ડીશ એક કે બે દિવસ કે અઠવાડિયા સુધી રાખી શકાય છે. જ્યારે પરમેનેન્ટ ડીશ તમે કાયમ માટે રાખી
શકો છો. જે દર વર્ષે ઉપયોગમાં લઈ શકાય છે.
જે ટેમ્પરરી આરતીની થાળી છે તે આપણે સામાન્ય રીતે કઠોળ, અનાજ, ફલાવર, દીવાસળી, ચોકલેટ, ડ્રાયફ્રુટ્સ, વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકાય છે. તો પરમેનેન્ટ થાળી પણ વિવિધ પ્રકારે બનાવી શકાય છે. લેઈટસ ડિઝાઈનમાં થાળીમાં વિવિધ પ્રકારે ઈલેકટ્રીક લાઈટ પણ ગોઠવવામાં આવે છે. છેલ્લા બાર વર્ષથી હેન્ડીક્રાફટની વિવિધ વસ્તુઓ બનાવતા બંસીબેન સવજાણી આરતીની થાળી બનાવવાની રીત શીખવે છે. એમસીલનો ઉપયોગ કરી આરતીની થાળી બનાવવી
- ફેવીકોલ
- બેઈઝ પ્લેટ
- એમ સીલ
- કલર
- ડેકોરેશન માટેની વસ્તુઓ જેમ કે મોતી, સીતારા, ડાયમંડ
બનાવવાની રીત : બેઈઝ માટે લાકડાની પ્લેટ લેવી. એમસીલને સરખી રીતે મીક્ષ કરી તેના અલગ અલગ શેઈપ બનાવી લેવા. જેમ કે ફૂલ, ફૂલ પાંદડી, વેલ બનાવી તેને ફેવીકોલથી ચોંટાડી દેવા. ત્યારબાદ એમસીલ સુકાઈ જાઈ પછી તેની ઉપર કલર કરવા કલર સુકાઈ ગયા બાદ ડેકોરેશનની વસ્તુઓ ચોંટાડવી. જયુટના કાપડથી આરીતીની થાળી બનાવવાની રીત
- જયુટ (કંતાન)
- ફેવીકોલ
- સ્ટીલની થાળી
- જયુટની દોરી
સ્ટીલની પ્લેટમાં ફેવીકોલ લગાડી થાળીમાં જયુટ ચોટાડી દેવું. સુકાઈ ગયા બાદ જયુટના ફલાવર બનાવી જયુટની દોરી વડે ડેકોરેશન કરવું. ડેકોરેશનમાં સોપારીનો ઉપયોગ પણ કરી શકાય. ડેકોરેશનમાં સીતારાનો ઉપયોગ પણ કરી શકાય. વુડન મોતી, બીટસ પણ સારા લાગે છે. સજાવટમાં રાખો
આટલુ ધ્યાન
ળ આરતીની થાળી એવી બનાવો કે જેને સરળતાથી ઉપયોગમાં પણ લઈ શકાય. એટલે વજન વધારે ન હોય,
તરત ડેકોરેશન બગડી જાય કે
ઉપાડવામાં તકલીફ પડે તેવી ન હોવી જોઈએ.
ળ આરતીની થાળમાં દીવો હોવો જરૂરી છે અને આ દિવો પ્રગટાવવાથી કોઈ ડેકોરેશનને નુકશાન ન થાય તે રીતે બનાવવી જોઈએ
ળ આરતીની થાળીમાં કોઈપણ દેવી દેવતાની મૂર્તિ રાખવી ન જોઈએ.
ળ આકર્ષક આરતીની થાળી બનાવવા કલર કોમ્બીનેશનનું ધ્યાન રાખો. તેમજ એકદમ ફિનીશીંગ હોય તેનું પણ ધ્યાન
રાખો.
ળ ડાયમન્ડ, ગ્લીટર કલર, તેમજ ગોલ્ડન, સિલ્વર કલર વાપરીને આરતીની ડીશને ઝગમગાવી શકાય છે.