ભારત-પાક. (ક્રિકેટ) જંગ જોવાના દોઢ લાખ રૂપિયા!September 18, 2018

દુબઈ તા,18
છ રાષ્ટ્ર વચ્ચે વન-ડે મેચોની એશિયા કપ સ્પર્ધામાં બુધવારે બે કટ્ટર હરીફ રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે હોસ્પિટલિટી સ્ટેન્ડની ટોચની ટિકિટના દર 1,600 અમેરિકન ડોલર (ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 1.15 લાખ) રાખવામાં આવ્યા છે. આ મેચ નિહાળવા દર્શકોની ભારે માનવ મેદની સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જવાની આશા રખાય છે. એશિયા કપ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નિશ્ર્ચિતપણે બે અને સંભવિતપણે ત્રણ મેચ રમાનાર છે.