ટેમ્પરરી ટેટુ: નવરાત્રીનો નવતર શણગારOctober 02, 2018

નવરાત્રીના દિવસોમાં પરંપરાગત શણગારમાં છેલ્લા થોડા વર્ષોથી ટેટુએ આકર્ષણ જગાવ્યું છે.આમતો ટેટુ એ આપણી જૂની પરંપરાનું જ એક અંગ છે.પહેલાના સમયમાં છુંદણા ત્રોફાવતા જેમાં પણ જુદી જુદી ડિઝાઇન તેમજ ભગવાનના નામ શ્ર્લોક વગેરે કરાવતા.હાલ યુવાનોમાં ટેટુનો ક્રેઝ ખૂબ જ છે.જે લોકો પરમેનેન્ટ ટેટુ નથી કરાવતા તે ટેમ્પરરી ટેટુ કરાવી શોખ પૂરો કરે છે.જેથી રોજ મનગમતી કલરફુલ ડિઝાઇન કરાવી દેખાવમાં ચાર ચાંદ લગાવી શકાય છે.
ટેમ્પરરી ટેટુ વિશે માહિતી આપતા ‘ઈંકીઝમ ટેટુ એન્ડ બોડી પિયરસિંગ’ના ઇતિશા પટેલે જણાવ્યું હતું કે નવરાત્રીમાં સામાન્ય રીતે લોકો ટેમ્પરરી ટેટુ કરાવે છે. જેમાં એક્રેલીક બેઇઝ, સ્પ્રે ગનથી તેમજ બ્લેક મહેંદીના કોન વડે કરી શકાય છે. એક્રેલીક ટેટુ એક્રેલીક પેઇન્ટથી કરી શકાય છે.જેમાં ડિઝાઇન ડ્રો કરી બ્રશ વડે કલર કરી શકાય છે. તે એક દિવસ રાખી શકાય છે. તેને ત્રણ ચાર દિવસ સુધી રાખવા તેના પર ફિક્સર લગાવવામાં આવે છે.
બીજું સ્પ્રે ગનમાં કલર વડે કરી શકાય છે. ઉપરાંત એક અઠવાડિયા સુધી રાખવા માટે બ્લેક મહેંદીના કોનનો ઉપયોગ કરી શકાય છે, આ ઉપરાંત રેડીમેઈડ સ્ટીકર્સ પણ બજારમાં મળે છે જે સીધા જ લગાવી શકાય છે.
હવે આવા કોનમાં રેડ મરૂન અને ગ્રીન કલર પણ મળે છે.પરંતુ દિવસો જતા તે ઝાંખું થવા લાગે છે.
નવરાત્રીના દિવસોમાં ગર્લ્સ મોટા ભાગે બેકલેસ ડ્રેસમાં બેકમાં કરાવે છે. જેમાં પણ ડાંડિયા,તબલા,રાસ રમતા ખેલૈયા ડિઝાઇન વગેરે કરાવે છે.ઘણા લોકો જાતે જ કોન વડે કરી લે છે.આના પર બોડી ગ્લુ વડે ડાયમંડ,સ્ટોન વગેરે પણ ચિપકાવી શકાય છે.પણ એ લોન્ગ લાસ્ટિંગ નથી.
બહાર ટેટુ કરાવવાનો ચાર્જ ઇંચના 50 રૂા. થી શરૂ થાય છે.તેં ઓછા સમય માટે ટકી રહેતા હોવાથી તેની કિંમત એ રીતે રાખવામાં આવે છે ટેટુ કરાવવાની કિંમત ગમે તે હોય ખેલૈયાઓ પૈસા ખર્ચી પોતાનો શોખ પૂરો કરી લે છે અને હજારોની મેદની વચ્ચે પણ અલગ તરી આવે છે.