સોનલ ગરબો શિરે...... શુકનવંતા ગરબાને કલાત્મક રીતે સજાવો

  • સોનલ ગરબો શિરે...... શુકનવંતા ગરબાને કલાત્મક રીતે સજાવો

માંની ભક્તિ સ્તુતિ આરાધનાના દિવસો એટલે કે નવરાત્રીના દિવસોનું આગમન થોડાજ દિવસોમાં થવાનું છે.ભક્તિ અને શક્તિના આ પર્વમાં ગરબો ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે.ગરબામાં દિપક ટમટમતો હોય એ દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે.તેમાં રહેલા ઝીણા ઝીણા છેદ દ્વારા જે પ્રકાશ રેલાય છે,તે અવર્ણનીય હોય છે.આ માટીનો ગરબો જેટલો સુંદર દેખાય છે એટલો જ શુકનવંતો પણ છે.લાલ સફેદ અને ભૂરી માટીના ગરબા સ્વયં એટલા સુંદર લાગતા હોય છે કે બીજા શણગારની જરૂર પડતી નથી.પરંપરા અનુસાર કોઈને લાલ ગરબો તો કોઈને સફેદ ગરબો રાખવાનો હોય છે.
આ પરંપરાથી કૈક જુદું કરવા લોકો સ્ટીલ કે મેટલનો ગરબો વસાવવા લાગ્યા.પરંતુ ખરેખર તો માટીનો ગરબો જ વધુ પવિત્ર અને ઉર્જામય હોય છે. સમય જતાં એ ગરબાને લોકો પોતાની લાગણી મુજબ સજાવવા લાગ્યા.આ સજાવટથી ગરબો ખૂબ જ કલાત્મક અને આકર્ષક બન્યો.એક સમયે નવરાત્રીના શુકન મુજબ ગરબો પ્રાત:કાળે ખરીદ કરવામાં આવતો.હજુ આજે પણ એ જ પરંપરાથી ગરબો લેવામાં આવે છે છતાં સજાવવા માટે કેટલાક લોકો પહેલેથી જ લઇ લે છે.હવે તો બજારમાં પણ આકર્ષક ગરબા મળવા લાગ્યા છે તો વળી કોઈ ઓર્ડરથી ગરબો ડેકોરેટ કરાવે છે.
પરંતુ જાતે ગરબો સજાવવાનો આનંદ કઇક અલગ જ હોય છે.તેથી ખૂબ ઓછા સમયમાં કલાત્મક ગરબો કઈ રીતે બનાવવો તે જોઈએ.