પોરબંદરમાં માનવસાકળનો વર્લ્ડ રેકોર્ડ

  • પોરબંદરમાં માનવસાકળનો વર્લ્ડ રેકોર્ડ
  • પોરબંદરમાં માનવસાકળનો વર્લ્ડ રેકોર્ડ

આઠ હજાર લોકોએ ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી : મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યા
પોરબંદર તા,2
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થનાસભામાં ગાંધીજીને શ્રધ્ધાંજલી આપ્યા બાદ 8 હજાર લોકોએ માનવસાંકળ રચી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે. ત્યારે પોરબંદરમાં 8 હજાર લોકોએ એક લાખ ચોરસ ફૂટમાં ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં 8 હજાર લોકોએ પોરબંદરની ચોપાટી ખાતે માનવસાંકળથી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી ત્યાં સીએમ ઉપસ્થિત રહી લોકોને મળ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વમાં પ્રથમવાર આ ઐતિહાસિક ગાંધી ચહેરાની પ્રતિકૃતિ બનાવવાનું આયોજન રોટ્રેક અને લિયો લાયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.