ફૂડ ટોક । હેતલ માંડવીયા October 02, 2018

ચીઝ સ્ટફડ બ્રેડ વીથ
પાલક ચીઝ મેયો ડીપ
: સામગ્રી :
1 કપ મેંદો, 1/2 ચમચી યીસ્ટ, ચપટી મીઠું, 2 ચમચી મિલ્ક પાવડર, 1ચમચી તેલ, લોટ બાંધવા માટે ગરમ પાણી, ડીપ બનાવા માટે, 1/2 કપ બાફીને ક્રશ કરેલી પાલક, 3 થી 4 ચમચી છીણેલુ ચીઝ, 3 થી 4 ચમચી મેયોનીઝ, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર, ચિલી ફ્લેકસ
: પધ્ધતિ :
* મેંદામાં મિલ્ક પાવડર, મીઠું, ફ્રેશ યી્સ્ટ, ખાંડ બધી સામગ્રી મિક્સ કરીને લોટ બાંધી લો. લોટને ઢાંકીને 2 કલાક મુકી દો.
* હવે પાલકને ધોઈ ગરમ પાણીમાં 2 થી 3 મિનીટ ઉકાળો. ઠંડી થાય એટલે ક્રશ કરી લો તેમા છીણેલુ ચીઝ. મીઠું, મરી, પાવડર,ચીલી ફલેકસ. મેયોનીઝ લઇ બધું બરાબર મિક્સ કરી ડીપ તૈયાર
કરી લો.
* હવે બાધેલી કણકને આથો આવીને લોટ ડબલ થઇ ગયો હશે તેમા તેલ નાંખી 5 થી 10 મીનિટ કેળવો. હવે લોટમાંથી નાના મિડીયમ સાઈઝ ગોળ લુઆ વાળી વચ્ચે ચીઝ કયુબ મુકી ગોળા વાળી લો.
* બેકિગ ટ્રેની અંદર તેલ લગાવી લોટમાથી તૈયાર કરેલા લુઆ ગોળાકારમાં ગોઠવી વચ્ચેની જગ્યામાં તૈયાર કરેલું પાલક ચીઝનું ડીપ મુકી દો લુઆને ઉપર તેલ લગાવી દો.
હવે 10 મિનિટ પ્રિહિટ કરેલા ઓવનમા ટ્રે ગોઠવી ઓવનને 180 પર 20 થી 25 મિનિટ બેક કરી લો. હવે બ્રેડ તૈયાર છે.
* બ્રેડ થોડી ઠંડી થાય એટલે કટ કરી તૈયાર કરેલા ડીપ સાથે બાળકોને ટીફીન બોક્સમાં ભરી આપો.
* નોંધ:- જૈન બનાવવા આજનો ઉપયોગ ન કરવો
* મેંદાની બદલે ઘઉં લોટ પણ લઇ શકાય. પાલકને ગરમ પાણીમાંથી કાઢીને તરત ઠંડા પાણીમાં નાખી દેવી જેથી એકદમ લીલો કલર જળવાઇ રહે.