ટિપ્સ ફ્રોમ હોમOctober 02, 2018

સામાન્ય રીતે જુદા જુદા પ્રકારના ડીપ બનાવી અલગ અલગ ટેસ્ટ મુજબ ટાકોઝ, નાચોઝ, બિસ્કિટ, ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ ખાખરા વગેરે સાથે ઉપયોગ કરી શકાય છે.કયારેક બાળકોને ન ભાવતી વાનગી સાથે આવા ડીપ મૂકી ભોજન કે નાસ્તાને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય છે. કેટલાક સરળ ડીપ જે ઘરે બનાવી શકાય.
* સાલસા ડીપ: કેપ્સિકમ ,ટોમેટો,ઓનીયન લઇ બિલકુલ ઝીણા પીસ કરી સહેજ ઘી મૂકી સોતળી લો તેમાં ટોમેટો સોસ
અને મીઠું તથા મરી નાખી ઉપયોગમાં લો. જે ટાકોઝ, નાચોઝ સાથે ખાઈ શકાય છે.
* ટેંગી ડીપ: ટોમેટો કેચપ અને રેડ ચીલી સોસ મિક્સ કરી બનાવી શકાય.
* ફુદીના ડીપ: ફુદીના,ગ્રીન ચીલી,આદુની પેસ્ટ કરી દહીં,મીઠું નાખી બનાવી શકાય.જે બ્રેડ,ખાખરા, પુરી સાથે ખાઈ શકાય છે.
* મેયોનિઝ ડીપ:દહીંને કપડામાં બાંધી લો.પાણી નીકળી જાય એટલે ક્રીમ,બે ટીપાં લીંબુ અને સ્વાદ અનુસાર મીઠું નાખી ઉપયોગમાં લો.
* મસ્ટર્ડ ડીપ: દહીંમાં મીઠું અને મસ્ટર્ડ સોસ નાખી મિક્સ કરો અને જુદા જુદા ફ્રૂટ્સ,મિક્સ વેજિટેબલ્સના કોમ્બિનેશન સાથે ઉપયોગમાં લઇ શકાય.
* ચોકલેટ ડીપ: 1કપ ચોકલેટ સ્લેબમાંથી પીસ કરીને લો.તેને ડબલ બોઇલરમાં મેલ્ટ કરો તેમાં ક્રીમ ઉમેરો. આ ડીપ આઈસક્રીમ ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ સાથે ખાઈ શકાય છે.
* ગાર્લીક ડીપ: લસણ, ગ્રીન ચીલી,મીઠું પીસીને તેમાં દહીં નાખી ઉપયોગમાં લઇ શકાય છે.