GTUમાં પાસ થવા હવે 40 માર્કસ ફરજિયાતOctober 02, 2018

આગામી વર્ષથી
થશે અમલવારી:
કાઉન્સિલે કર્યો ઠરાવ
રાજકોટ તા,2
જીટીયુમાં પાસિંગ માર્ક વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એક તરફ કોલેજોનો રાફડો ફાટ્યો છે જેને લઈને મોટા ભાગની કોલેજમાં 50 ટકાથી વધુ સીટો ખાલી રહેતી હોય છે ત્યારે હવે એકેડેમિક કાઉન્સિલ દ્વારા પાસિંગ માર્ક વધારવા માટેનો નિર્ણય લેવામા આવ્યો છે.
જીટીયુમાં હાલમાં 32 માર્કે પાસ કરવામાં આવે છે ત્યારે કાઉન્સિલ દ્વારા 40 માર્કે પાસ કરવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. જીટીયુની બીઓજીમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે અને 2019થી શરૂ થતા સત્રથી આનો અમલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજોમાં વહીવટી સ્ટાફની અછત, સુવિધાના અભાવે મોટા ભાગના વિદ્યાર્થીઓ 32 માર્ક પણ મહામહેનતે મેળવી શકતા હોય ત્યારે 40 માર્ક કેવી રીતે લાવી શકશે. ત્યારે આ મામલે કુલપતિએ કોઇપણ સારી યુનિવર્સિટીમાં 40 માર્કે પાસિગ હોય તે જરૂરી હોવાનુ કબુલ્યુ હતુ. અને આનાથી વિદ્યાર્થીઓ વધુ મહેનત માટે પ્રેરાશે તેમ જણાવ્યુ હતુ.
રાજ્યમાં સરકારી, ખાનગી મળીને 70 જેટલી યુનિવર્સિટીઓ છે. તેમાંથી કઈ યુનિવર્સિટીના કુલપતિને વિદેશ પ્રવાસે મોકલવા તે વિશે ચર્ચા થઈ ત્યારે ઘણા નામો ચર્ચાયા હતા. ભાવનગર યુનિ.માં કુલપતિની મુદત પૂરી થઈ ગઈ છે. નવેસરથી કુલપતિ નીમવા પ્રક્રિયા થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી કુલપતિના નામની પસંદગી મુદ્દે ડખો ચાલે છે. ત્યાં પણ ઇન્ચાર્જ કુલપતિ છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, એસ.પી. યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિના નામની ચર્ચા થઈ હતી. પરંતુ આ સરકારી યુનિવર્સિટીઓમાંથી એક પણ કુલપતિની પસંદગી થઈ નથી. એકમાત્ર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની પસંદગી થઈ હતી. તેના માટે સરકાર સાથેની નજદિકિયા પણ જવાબદાર હોવાનું ચર્ચાય છે.