જામનગરમાં રોયલ રાસોત્સવનું અભૂતપૂર્વ આયોજનOctober 02, 2018

જામનગર : છોટીકાશી ગણાતા જામનગરમાં રાજાશાહી સમયથી યોજવામાં આવતાં નવરાત્રિ મહોત્સવની લોકપ્રિયતા દેશ વિદેશમાં છવાઈ જવા પામી છે અને અન નવરાત્રિ પર્વની લોકફો ભારે આસ્થા સાથે માતાજીનું પૂજન, અર્ચન કર નવ દિવસ, રાસ રમી, અનેરી આરાધના કરી રહ્યાં છે અને આ પર્વની અભુતપૂર્વ રીતે ઉજવણી કરવા રોયલ એન્ટરપ્રાઈઝ દ્વારા આગામી નવરાત્રીમાં રોયલ રાસોત્સવનું આયોજન કરાવમાં આવ્યું છે અને આ રસોત્સવ ન્યુ જામનગરના વિશાળ પટાંગણમાં યોજવામાં આવશે, જેમાં અદ્યતન સાઉન્ડ સીસ્ટમની સાથો સાથ ઈન્ડીયન આઈડલમાં ચમકતાં ગાયકો અને સુર સંગીતની સાથે ખેલૈયાઓને ધુમાવશે, જો કે આ સમગ્ર રાસોત્સવમાં ખેલૈયાઓની સાથે આવેલા તેમજ તમામ સીનીયર સીટીઝનો માટે નિ:શુલ્ક એન્ટ્રીનું આયોજન કરવામાં આવ્યું હોવાની બાબતો આયોજકોએ વર્ણવી હતી.
જામનગરના રોયલ એન્ટરપ્રાઈઝ દ્વારા આગામી નવરાત્રીમાં ખેલૈયાએા રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ, જેવા મેટ્રોસીટીમાં નવરાત્રી પર્વે દાંડીયા રાસ રમતાં હોય છે, ત્યારે જામનગરમાં પ્રાચિ અને અર્વાચીન રાસ ગરબાઓની સુવાસ દેશ વિદેશમાં પ્રસરેલી છે અને આ બાબતને ધ્યાને લઈ આગામી નવરાત્રી ધુમધામથી અને ઝુમશે જામનગર, ધુમશે જામનગરના સ્લોગન સાથે અનેરૂ આયોજન કરવામાં આવ્યું હોવાની બાબતો પત્રકાર પરીષદમાં આયોજકો દ્વારા વર્ણવવામાં આવી હતી, જેમાં ઉત્તમસિંહ ગોહીલ, ઈરફાન શેખ, જયદિપસિંહ ગોહીલ, દિપકભાઈ મકવાણા, પ્રહલાદસિંહ જાડેજા, રાજદિપ ગોહીલ, વિરેન્દ્રસિંહ ગોહીલ, યશપાલસિંહ ઝાલા સહિતના આયોજકોએ જણાવ્યું હતું કે, જામનગરના રાસગરબાની લોકચાહના અનેરી છે, અને આગામી નવરાત્રિ પર્વમાં નવરાત્રિ દરમ્યાન જામનગરના ખેલૈયાઓ દેશના મેટ્રોસીટી મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં અવનવા રાસ ગરબા ટીવી સ્ક્રીન પર નિહાળે છે અને પોતે પણ આવા રાસદાંડીયામાં જોડાઈ તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યાં છે.
આયોજકો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, જામનગરના ખેલૈયાઓ પણ આવા મોટા રાસોત્સવમાં દાંડીયા રસ રમી પોતાનું કૌવત દેખાડી સંતોષ વ્યકત કરે તેવા ઉમદા આશયથી આગામી નવરાત્રિ એટલે તા.10-10-2018થી તા.21-10-2018 સુધી જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ સ્વામીનારાયણ મંદિરનછ સામેના ન્યુ જામનગરના વિશાળ પંટાગણમાં રોયલ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અદ્યતન સાઉન્ડ સીસ્ટમની સાથોસાથ લોકપ્રિય ગાયક કલાકારો કે જેઓ ઈન્ડીયન આઈડલમાં પણ ખુબ જ લોકપ્રીય બન્યાં છે, તેવા ચરીત દિક્ષિત, મુંબઈના ખેલૈયાઓને દાંડીયારાસમાં તેમના સ્વરોમાં ડોલાવ્યા છે એવા પ્રિય પટેલ, વૈશાલી ગોહિલ, સાગરદાન ગઢવી સહિતની સેલીબ્રીટીઓ આ રાસોત્સવમાં ખેલૈયાઓને ડોલાવશે. રોયલ રાસોત્સવમાં દરમ્યાન ખેલૈયાઓ માટે આયોજન કરવાની સાથોસાથ તેમના વાલીઓ તેમજ જામનગના સીનીયર સીટીઝનો પણ આ નવરાત્રી પર્વનો અનેરો આનંદ માણી શકે તે માટે સીનીયર સીટીઝન માટે તદન નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે, તેમજ આ રાસોત્સવ દરમ્યાન સુરક્ષા, પરીવારીક ભાવનાના ઉમદા હેતુ સાથે સાથે ખેલૈયાઓ પોતાનું કૌવત દેખાડે તે માટેનું આાયોજન કરવામાં આવ્યું છે જેમાં હાઈવોલ્ટ સાઉન્ડ સીસ્ટમ કે જેને દાસ સાઉન્ડ તરીકે ઓઇળખાય છે, ઉપરાંત ઈન્ડીયન આઈડલમાં રીધમ માસ્ટર તરીકે જાણીતા થયેલા કાદર બાપુ સહીતના સંગીતકારો તેમની કલા પ્રદર્શિત કરી ખેલૈયાઓના થનગનાટ સાથે ડોલાવશે.