સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણો દુર કરાવવા માગણીOctober 01, 2018

સુરેન્દ્રનગર તા.1
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી પડતર પડેલી જમીનમાં અસામાજીક તત્ત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લામાં સાંથણીની જમીનની યોજનાની અમલવારી કરવામાં તંત્ર ઉદાસીનતા અને બેદરકારી દાખવી રહ્યા હોવાની જિલ્લા સમાજ સુરક્ષા પરિષદમાં રાવ ઉઠવા પામી છે. તેમજ તાકિદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. સાંથણી યોજના દ્વારા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા તે લાભ આપેલ જમીન યેનકેન પ્રકારે પડતર ગણી શરતભંગ ગણીને સરકાર દાખલ કરી લાભાર્થીને જમીન વિહોતા કરી દેવાયા છે. વ્યક્તિગત ધોરણે સાંથણી ફાળવેલી જમીનમાં ગેરકાયદેસર દબાણ ખેડાણ થઇ રહ્યું છે. ખેતી સામૂદાયક સહકારી મંડળીને પણ સરકાર પડતરક ખરાબા જમીન સામૂહિક ખેતી કરવા માટે જ ફાળવી પણ સહકારી મંડળીઓને ફાળવેલી જમીન પડતર રાખવાનું બહાનું અને હિસાબ કિતાબ રાખવામાં કસૂર અને ખેતીકામ સામૂહિક રીતે કરવામાં ઉણપ આવા બહાના દર્શાવી શરતભંગ અને રદ કરી જમીન પરત લઇ સરકાર દાખલ કરીને સહકારી મંડળીઓને જમીન વિનાના કરી દેવાઇ છે. પણ જમીન સ્થળ સ્થિતિ તપાસ કરાવો અને ગેરકાયદેસર દબાણ ખેડાણ થઇ રહી છે. આમ થવા માટે જવાબદાર કોણ? જિલ્લા કલેક્ટર કચેરીના સાંથણી જમીન વિભાગ કચેરીમાં આવા રજીસ્ટ્રાર કે ફાઇલ જોવા જાણવા મળતી જ નથી, વણાંદ ગામમાં ત્રણ ખેતસામુદાયક સહ.મંડળીઓને 150-એકર મૂજબ 450 એકર જમીન હાલ ક્યાં?
જિલ્લાના 10 તાલુકાઓમાં અંદાજીત 60 જેટલી મંડળીઓની 7000 એકર જમીન શરતભંગતો થઇ પણ ગઇ ક્યાં?
હજારો એકર સાંથણીમાં આપેલી અને સરકાર 7-12 8અની જમીન આવી જમીન ગેરકાયદેસર દબાણ ખેડાણ થઇ રહી છે. ગુજરાત સરકાર દ્વારા આવી જમીન સાંથણી યોજના દ્વારા ફાળવવા યોજનાનો અમલ કરવો અને જેની જમીન શરતભંગ થવાથી સરકાર દાખલ થઇ હતી તે જમીન એક તક આપી રિ ગ્રાન્ટ કરવા અનુરોધ કર્યો છે.