રાહુલ ગાંધીએ ‘સરદાર’નું અપમાન કર્યાનો આક્રોશ: અમરેલીમાં સૂત્રોચ્ચારOctober 01, 2018

 ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું, ‘ધાનાણી સહિતના કોંગ્રેસીઓ માફી માંગે’ એવી માંગણી
અમરેલી તા.1
દેશની એકતા અને અખંડીતતાના શીલ્પી એવા સરદાર વલ્લ્ભભાઈ પટેલનું વૈશ્વિક ઓળખ ધરાવતું સ્મારક નર્મદા ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનીટી જે વિશ્વનું સૌથી ઉંચુ સ્મારક બનશે. તેના વિશે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ઘ્વારા સ્ટેચ્યુને મેઈડ ઈન ચાઈના ગણાવી રાહુલ ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે. સાથો સાથ દરેક ગુજરાતીનું પણ અપમાન કર્યું છે. વારંવાર સરદારવલ્લભભાઈ પટેલનું અપમાન કરવા ટેવાયેલી કોંગ્રેસે વધુ એક વાર અપમાન કર્યું છે. ત્યારે ગુજરાતની જનતા કોંગ્રેસને કયારેય માફ નહી કરે, એવા રોષ સાથે ભાજપે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વૈશ્વિક ઓળખ બનવા જઈ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનીટી 18ર મીટર ઉંચાઈનું હશે. સ્ટેચ્યુ ઓફ યુનીટીનું નિર્માણ એટલે વિશ્વમાં એકતા અને અખંડીતતાનો સંદેશ આપવાની સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં મંત્રની પ્રતિતી કરાવશે. વિશ્વના સહેલાણીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનીટી સૌથી મોટુ પર્યટન સ્થળ હશે. જેમાં હાઈસ્પીડ લીફટની સુવિધા, નૌકા વિહારનો અનન્ય આનંદ જેમાં લગભગ 3 કીમીથી વધારે નૌકા વિહાર સાથે વિશ્વના પર્યટકો પ્રતિમાને નિહાળી શકશે. કોંગ્રેસના રાહુલ ગાંધીનાં બફાટ નિવેદનો સામે અમરેલી જિલ્લા ભાજપ ઘ્વારા જિલ્લાભરના કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, ચલાલાથી મનસુખભાઈ ગેડીયા, પ્રકાશ કારીયા, નગરપાલીકા પ્રમુખ હિંમત દોંગા, ઉપપ્રમુખ અનિરુઘ્ધસિંહ વાળા, પુનાભાઈ રબારી, રાજુલાથી વનરાજભાઈ વરૂ, કનુભાઈ વરૂ, કૌશીક સતાસીયા, ઘનશ્યાભાઈ કાથરોટીયા, હીતેષભાઈ જોગાણી, સંદીપભાઈ રાદડીયા, હારુનભાઈ મેતર, વાલજીભાઈ મેવાડા, અશ્વિનભાઈ શેતા, સુરેશભાઈ, હરેશ જોશી સહિતનાં આગેવાનો જોડાયા હતા.