અમને ગુરુ મળ્યાં છે ગરવાSeptember 29, 2018

શત શત કોટિ વંદન હે નાથ મારા તુજને
હે તરણતારણહાર તું સ્વીકાર મારા નમનને
હે નાથ શુ જાદુભર્યું સદગુરુ અક્ષર ચારમાં
આફત બધી આશિષ બને તુજ નામ લેતા વારમાં...
સદગુરુ નામ લેતા જ મન ખુથીથી છલકી ઉઠે છે.સદગુરુની શુ વાત કરવી?દરેકના જીવનમાં સદગુરુ આવી મળે જ છે.આમ જન્મો જન્મની સાધનાના પરિણામ સ્વરૂપ મળે છે.અને ગુરુશક્તિ આદ્યાત્મિક સાધનાનું અંતિમ ચરણ સુધી પહોચાડે છે. તે સાધકને સત્યનું દર્શન કરાવી આત્મઉન્નતી તરફ ગતિ કરાવે છે.ગુરુની કૃપા અનંત છે.સદગુરુ આપણને જીવનમાં દિશા આપે છે અને એ દિશા પર કઈ રીતે ચાલવું એ પણ શીખવે છે.જેના કારણે નિરાશાઓ વચ્ચે પણ તેજ રશ્મિઓ દેખાય છે.અનેક આફતો વચ્ચે પણ આત્મ દિપકની જ્યોત દેખાય છે.અનેક સંઘર્ષો વચ્ચે પણ શાંતિની જ્યોત દેખાય છે.તેઓ આપણને પરિતૃપ્તિ આપે છે,પૂર્ણતા આપે છે.ગુરુનો મહિમા દિવ્યાતિદિવ્ય છે.આત્મ ઉધ્ધાર કરનાર ગુરુ એ પારસમણિ તો છે જ પરંતુ શિષ્યને સ્પર્શ કરી સોનુ નથી બનાવતા પણ પારસમણિ જ બનાવે છે.જે બીજા લોખંડને પણ પારસમણિ બનાવે છે.આત્મપ્રગતિ દ્વારા આધ્યાત્મિક માર્ગ પર સ્વ કલ્યાણનો માર્ગ દેખાડે એ જ ગુરુ.પૂ.ગુરુદેવની ઈચ્છા મુજબ અનેક અનેક આત્માઓ ફક્ત આધ્યાત્મિક પ્રગતિને લક્ષ્ય બનાવીને જીવે છે.આજે કેટલાક એવા દીક્ષિત થયેલ આત્માઓની પાસેથી જાણીએ. જન્મ જયંતિના હૃદયપૂર્વક વધામણા સમુહ ચાતુર્માસનો યાદગાર પળ !
હ શ્રી સુશાંતમુનિ
રાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિજી મ.સા.ના 48 મી જન્મજયંતિ અવસરે ખુબ ખુબ મારા હૃદયના આશીર્વચન છે. જૈન ધર્મ ગોંડલ ગચ્છના અનુપમ શાસન પ્રભાવના કરે, પ્રાણગુરુ પરિવારનું નામ રોશન કરે આરાધના કરે આત્માની સાધના કરે સંયમની માનવતાની મહેક, અનુભવ કરે દરેક દરેક, નવ જન્મ જયંતિ ઉજવાય છે. માનવતા મહોત્સવ રીતે તો સર્વેમાં દયા-કરુણા-પ્રેમ-લાગણી-સ્નેહ-મમતા આદિ સદ્દગુણોનો જન્મ થાય અને સર્વના પ્રિય ગુરુ વ્હાલા ગુરુદેવ બની રહો. સંયમ માર્ગના પથીક છો. હવે અરીહંત માર્ગમાં જલ્દી આરુઢ થાવો જે લક્ષે જન્મ થયો. જે લક્ષે દીક્ષા લીધી તે લક્ષને વ્હેલાસર પ્રાપ્ત કરો એ જ મંગલમય ભાવના સહ અભિનંદન. પૂ.તપસમ્રાટ ગુરુવરના
આપ જ છો વારસ
હ આદર્શ યોગિની પૂ. પ્રભાબાઇ મ.
જીવનની આજ સુધીની પ્રત્યેક ક્ષણ ગુરુની શ્રધ્ધાથી જ વ્યતીત થઇ રહી છે.
મને લગભગ વીસેક વર્ષ પહેલા હાર્ટ પ્રોબ્લેમ થયો. અનેક ઉપચારો કર્યા પણ વેદનીયકર્મનો ઉદય પૂરો થયો નહી. સંસારી સ્વજનો વારંવાર વિનંતી કરે કે મુંબઇ લઇ જઇએ અને બાયપાસ સર્જરી કરાવીએ પરંતુ તપસમ્રાટ પૂ.ગુરુદેવને આ વાત માન્ય ન હતી. સ્વજનોના અંતરમાં રંજ હતો કે આમ કેમ ચાલે? પરિસ્થિતિ પ્રમાણે ગુરુએ પણ બદલાવું જોઇએ. તેઓ ગુરુદેવ પાસે ગયા, વિનંતી કરી, અમે પૂજય પ્રભાબાઇ મ.ને મુંબઇ લઇ જઇએ !
આજીવન મૌનવ્રતધારી પારદ્રષ્ટા પૂ.ગુરુદેવે પાટીમાં લખીને આપ્યું કે ‘મારે પભીને આરાધક બનાવવી છે તેમ છતા તમારે જેમ કરવું હોય તે કરો.’ પાટી લઇને તેઓ મારી પાસે આવ્યા, મહાસતીજી! શું કરવું છે? મેં મક્કમ મને જવાબ આપ્યો કે મારા ગુરુની ઈચ્છા તે જ મારી ઈચ્છા છે હવે મને કયારેય આ વિષયમાં પૂછશો નહીં. ગુરુ કેવા હોય છે, ગુરુ મારા માટે શું શું કરે છે? ફક્ત મારા દેહની જ નહીં, મારા આ ભવની જ નહી, પરંતુ મારા આત્માના ભવ-ભવાંતરની સુરક્ષા કરે છે. ફક્ત દીક્ષાના દાન જ નહીં પરંતુ મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારે છે. હે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ! વર્તમાન પૂ. તપસમ્રાટ ગુરુવરના આપ જ વારસ છો. પૂ. ગુરુદેવ વ્યક્તિ
નથી પરંતુ વ્યક્તિત્વ છે
હ પૂ. વિનમ્રમુનિ મ.સા.
પૂ.ગુરુદેવને મળવાથી રીઅલાઇઝ થયું કે વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિત્ત્વ છે. તેમની કરુણાને અનુભવવાનું સદ્ભાગ્ય મળ્યું -જેમ કોઇ વૃક્ષ સતત બે કાર્ય કરતું રહે છે. બહારથી જગતને ઉપયોગી બને છે અને સાથે સાથે તેના મૂળિયાથી ધરતી સાથે એટેચ રહી પોતાનું સીંચન કરી લ્યે છે. એમ ગુરુતત્ત્વ પણ મલ્ટીટાસ્ક હોય છે. સ્વકલ્યાણ અને પરકલ્યાણ બન્ને પ્રોસેસ સતત સાથે સાથે કરતા રહે છે. -જેમ વૃક્ષના દરેક પાર્ટ બીજા માટે ઉપયોગી હોય છે. કોઇ પાસેથી શું મળશે તે આશા વગર તે સતત આપ્યા કરે છે. તેમ ગુરૂતત્ત્વ પણ સદા પરમાર્થ કાજે જીવે છે. આપણી પાસેથી કાંઇ મળે કે ન મળે તે અપેક્ષા વગર નિ:સ્વાર્થ કરૂણા વરસાવે છે. આપણું હિત, શ્રેય, કલ્યાણ કરે છે. -જેમ વૃક્ષ સીઓટુ (કાર્બનડાયોક્સાઇડ)ને લઇને શુધ્ધ ઓક્સિજન આપેે છે તેમ ગરુતત્ત્વ આપણી નેગેટીવીટીને ને દૂર કરી આપણને પોઝીટીવ બનાવે છે. બસ એવી જ રીતે આ જન્મોત્સવ તે અમારા જેવા દરેકના હૃદયમાં પર કલ્યાણની ભાવનાઓ ઉત્કૃષ્ટ બને તે ભાવથી માનવતા મહોત્સવ રુપે ઉજવવાનો આ વિચાર બીજ પણ તેમના વ્યક્તિત્ત્વમાં રહેલી પરમાર્થ ભાવનાનું ઉત્કૃષ્ટ દર્શન છે. વિસામાનો વડલો છે મારા ગુરુ
હ ડો.સાધ્વી ડોલરબાઇ મ.
પૂ.ગુરુદેવ! આપ પ્રચુર પૂન્યરાશિના સ્વામી છો, આપની પૂન્યાયને પ્રભાવક્તા ઉદારતા અને ઔદાર્યતા, સમજણ અને સહિષ્ણુતા, પ્રજ્ઞાએ પ્રગટતી આગમભાવોની વહેતી વાગધારાએ આપ અનેક આત્માના ઉધ્ધારક બન્યા છો, આપ કેટલાયે આત્માના અનાથના નાથ છો, વિસામાનો વડલો છો, નિરાધારના આધાર છો તો અમારા જેવા માટે સાધનાના પથદર્શક છો. બસ આપના જન્મદિને એ જ અંતરભાવના શુભેચ્છા છે કે આપ પૂણ્યશાળી છો પરમાત્મા બનો, ભાગ્યશાળી છો, ભગવાન બનો, જનજનના મનના આરાધ્ય ઈષ્ટ છો, ઈશ્ર્વર બનો. આપની શાસન પ્રભાવનાની પ્રવૃતિઓ અત્ર-તત્ર-સર્વત્ર યશસ્વી બને, આપ જે મહાન અને સુંદર સત્તકાર્યો કરી રહ્યા છો તે આપના બધા જ મિશનો સફળતાના શિખરો સર કરે અને... અને... આપ રાષ્ટ્રસંત છો વિશ્ર્વસંત બનો એ જ અંતરભાવના.... શુભેચ્છા રાષ્ટ્રસંત છો વિશ્ર્વસંત બનો
એ શુભ ભાવના
હ સાધ્વી સુબોધિકા
આત્મપ્રયાણનું ચાલક બળ છે મારા ગુરુ
સ્થૂલ શરીર ચાલે છે શ્ર્વાસથી, સૂક્ષ્મ શરીર ચાલે છે પ્રાણથી, આત્મ-અશરીર ચાલે છે ગુરુથી મમ્ આત્મપ્રયાણનું ચાલક બળ છે મારા ગુરુ. સ્થૂલ શરીર જાગૃત થાય છે એલારામથી, સૂક્ષ્મ શરીર જાગૃત થાય છે પ્રાણાયામથી, આત્મા-અશરીરી જાગૃત થાય છે ગુરુથી, મમ્ આત્મ જાગરીકાનું ચાલક બળ છે મારા ગુરુ. સ્થૂલ જીવન અટવાય છે. હું-મારાની ભ્રમ મુક્તિથી, આત્મજીવન પુષ્ટ થાય છે ગુરુથી, મમ્ આત્મયાત્રાનું ચાલકબળ છે મારા ગુરુ મારા ગુરુ !! મારા આત્મા માટે જીવનજળ, મારા આત્મા માટે જીવનપ્રાણ, મારા આત્મા માટે જીવન જાગૃતિ ગુરુ પરમાત્માના જન્મદિને ભાવનો અર્ધ્ય ધરું છું કે મમ્ આત્મા ગુરુ પરમાત્મા સાથે ઐક્યતા સાધી, આત્મયાત્રામાં સહકર્મી બની આપશ્રીના સંયોગે, આપશ્રીના સહયોગે, આપશ્રીના સથવારે અજન્મા-અમૃતા અવસ્થાને પ્રાપ્ત થઇએ તેવી મંગલ ભાવના સાથે અભિવંદના-અભિનંદન ! વાણીમાં જિનવાણી અને જાગૃતિનો સંદેશ છે
હ સાધ્વી સુપૂર્વી
નિસંગી છતાંય આત્મસંગી ગુરુદેવના વિરાટ સ્વરૂપને શબ્દોના વામણા પીંજરામાં કેદ કરવું એ તો ગાગરમાં સાગરનો આવિષ્કાર કરવા જેવી વાત છે. મારા ગુરુનો ઉપદેશ મારા માટે પ્રસાદ, આજ્ઞા પ્રસાદ, કૃપા પ્રસાદ, સાંનિધ્યનો સ્મૃતિ પ્રસાદ, સંસ્કાર પ્રસાદ, હિતશિક્ષા પ્રસાદ, વાત્સલ્ય પ્રસાદ, પ્રેમ પ્રસાદ, કરુણા પ્રસાદ, અમૃત બનીને મારા જીવનમાં સદાકાળ તદ્રુપ બની રહે છે. જે સંજીવની રસાયણ ગુરુના અસ્તિત્ત્વનો અહેસાસ કરાવે છે. રસ્તે રઝળતો, અથડાતો, પછડાતો પત્થર કોઈ શિલ્પીના હાથમાં આવે તો પોતાની કળાથી પ્રતિમાનું સર્જન કરે છે. તેવી જ રીતે પૂ.ગુરુદેવે મને સંસારના કાદવમાંથી બહાર કાઢી, સંયમના શણગાર સજવા માટે તૈયાર કરી. સંયમના દાન આપી અનંત (2) ઉપકાર કર્યા છે. આવા પૂ.ગુરુદેવના જન્મદિવસના દિવસે મંગલ શુભકામના... અમારા જીવનમાં રત્નત્રયના રાહબર બની રહો
હ સાધ્વી કલ્પનાબાઈ મ.
સાચા સદ્ગુરુનું શરણ સ્વીકારી સમર્પણ ભાવના સહારે મુક્તિ ચોકકસ છે. ચિંતામણી રત્ન તો ફકત ચિંતિત વસ્તુ આપે પરંતુ મારા ગુરુ ભગવંત જો હું તેમની આજ્ઞા પ્રમાણે જ વર્તન કરું તો મોક્ષના જ સુખ અપાવે મારા ગુરુ ભગવંત સૂર્ય કરતા અધિક પ્રકાશવાન છે સૂર્ય બાહ્યવસ્તુને પ્રકાશે છે ત્યારે મારા ગુરુ ભગવંત આત્માનો બોધ આપી આત્માગુણોને પ્રકાશીત કરે છે. તેથી કોઈ આપણને નડે નહીં. સ્વયં તો અગ્નિસમ બળવાન છે કે જેઓ શુકલ ધ્યાન રૂપી અગ્નિ વડે કર્મને બાળી રહ્યા છે. આવા ગુરુ ભગવંતની આજે જન્મજયંતિ છે. મારી પાસે શબ્દ ભંડોળ તો નથી હૃદયના શુભ ભાવોની ભાવનાના અભિનંદન આપુ છું કે આપનું દ્રવ્ય અને ભાવ આરોગ્ય જળવાઈ રહે. અમારા જીવનમાં રત્નત્રયના રાહબર બની રહો. પરમ પંથના પથદર્શક બનો અને મોક્ષમાર્ગના માર્ગદર્શક બનો આપની જન્મજયંતિ જન્મકલ્યાણક બને એ શુભેચ્છા સાથે વિરમુ છું. જીવનની અધુરપને
ગુરુ મધુરપ બનાવે છે
હ સન્મતિ સુનિતા શિશુ શ્ર્વેતાંસી
કહેવાય છે કે માતા-પિતા એક જન્મના ઉપકારી છે. જ્યારે ‘ગુરુ’ એ તો જન્મોજન્મના, ભવોભવના ઉપકારી છે. જ્યાં સુધી જીવનમાં ગુરુનું સ્થાન ન હોય ત્યાં સુધી કોઇપણ માનવી અધુરો જ લાગે છે અને એ અધુરાશને મધુરી બનાવનાર જ્યારે આપ મને ગુરુ સમાન મળ્યા છો ત્યારે એટલું જ કહીશ કે, "ભવોભવ મળજો તમારું શરણ. તમારા ચરણમાં લાખો નમન કે જ્યાં સુધી જ્યારે માનવદેહ મળે ત્યારે આપ મને અવશ્ય ગુરુ સ્વરૂપે જ મળજો. ગુરુ વિના કો નહીં મુક્તિદાતા, ગુરુ વિના કો નહીં માર્ગદાતા ગુરુનું સચોટ મહત્ત્વ બતાવતા કહ્યું છે કે એક બાજુ ગુરુદેવ અને બીજી બાજુ પરમાત્મા, તો બંનેમાં પ્રથમ વંદન ગુરુને બતાવ્યા કે જે ભગવાન સુધી પહોંચાડવામાં સહાયક બને છે. પર્વતના ચરણમાં રહેનાર જમીનને તળેટીનું પદ મળે છે. ભગવાનના ચરણે રહેનાર ભાવિકને ભક્તનું પદ મળે છે પણ ગુરુના ચરણે રહેનાર સાધકને શિષ્યનું પદ મળે છે. અંતમાં આજના આપના જન્મદિવસે એટલું જ કહીશ કે, "તુમ જીયો હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર ખૂબ ખૂબ આરોગ્યને પ્રાપ્ત કરી દીર્ઘાયુ પામો.
આપ તરો ને અમને તારો એવા ભાવ સહ... આપના ચરણમાં
કોટી કોટી વંદના... કર્મથી મુક્ત બની શુધ્ધત્ત્વ અવસ્થા પ્રાપ્ત કરો
હ સન્મતિશિશુ મિનળસતીજી-શ્રેયાંસી સતીજી
પૂ.ગુરુદેવ મારા માટે શું છે? તે અનુભૂતિનો વિષય છે. કોઇને કહેવાનો વિષય નથી? વિચાર કરો કે ‘ગુરૂ’ માત્ર બે અક્ષરનો શબ્દ છતાં તેના ગુણ કેટલા? હજારો ભાવો ગુરૂ શબ્દમાં અંકાયેલા છે. આ જ ભાવો મને રાષ્ટ્રસંતોમાં નીહાળી રહી છું. પૂ.ગુરુદેવ આપનો મારા માટે અનંત અનંત ઉપકાર છે. મૃત્યુના મુખમાંથી બચાવી નવું જીવન આપ્યું તે માટે આપની ઋણી છું. તેઓ જન જનમાં ધર્મની શ્રધ્ધા પ્રેરક બનાવી રહ્યા છે. આપની સચોટ મીઠીવાણીથી ઘણાંના જીવનરાહો બદલાઈ ગયા છે. સાચા માર્ગે ચડ્યા છે. પૂ.ગુરુદેવ કેટલાયના આશ્રયદાતા બન્યા, કેટલાયના આંસુ લુછ્યા, કેટલાયના આશાના મિનારા બન્યા, કેટલાયને સંસાર સાગર તાર્યા, કેટલાયની ચિંતાઓ ટાળી સુખી બનાવ્યા. બસ અમારી એક જ ભાવના છે કે આપશ્રી ખૂબ ખૂબ આરોગ્યશીલ બનો, દીર્ઘાયુ બનો, નિર્ગ્રંથપણું પામો, લોકમાં પ્રશંસનીય બનો, કીર્તિમય બની ચોમેર આપની જીવનની પરિમલ ફેલાવો. અમારા જેવા શિષ્યાઓના શિરછત્ર બની, અમને નવી નવી પ્રેરણા આપતા રહો એ જ મંગલ ભાવના! બસ શાશ્ર્વતા સુખને પ્રાપ્ત કરો અને કર્મથી મુક્ત બની શુધ્ધત્ત્વ અવસ્થા પ્રાપ્ત કરો.
એ જ મંગલ ભાવના! યુગો યુગો સુધી આપના જ્ઞાનદર્શન ચારિત્ર્ય તપના અજવાળા પથરાયા કરે
હ પૂ. ભદ્રાબાઇ મ. - પૂ.અજીતા બાઇ મ.
આપે સદ્બોધ આપી સંસારથી બહાર કાઢી વૈરાગ્યના ભાવોમાં તરતી મુકી. વિતરાગતાની ધૂન લગાવી વિરતીની મસ્તિ માણવા માટે. વિરતીનો વેશ અર્પી પૂજનીય બનાવી. આગમોના ઉંડાણથી અમૃતપાન કરાવી. અંતરના જ્ઞાન ખજાનાને ખોલવાની કી આપીને નિષ્કામ, નિષ્પાપ, નિરદ્વંદ્વ જીવન જીવવાની અનોખી ચાલે ચાલવાનું શીખવી. સ્વ-પર કલ્યાણની જીવનભર સાધના કરવાનું અવિરત બળ પ્રાપ્ત કરાવ્યું. આવા ગુરુદેવ! માટે મારૂ બધું જ ન્યોછાવર કરું તો પણ ગુરૂઋણમુક્તિનું એક કણ પણ ન પામી શકું. આવા જ જન્મદિને અમો એ જ અભિનંદન આપીએ છીએ કે હે યુગદિવાકર આપ યુગો યુગો સુધી આપના જ્ઞાન દર્શન, ચારિત્ર, તપના અજવાળા અવનિ પર પાથર્યા કરો. આપની વાણી નંદીવર્ધન સમાન છે
હ સાધ્વી પૂર્વીના વંદન
ગુરુ હંમેશા વંદનીય, અર્ચનીય, નમસ્કરણીય ને અવિસ્મરણીય હોય છે તે ગુરુના વ્યકિતત્ત્વની સ્તુતિ આપણને મહાન બનાવી દે છે. જે શિષ્ય ગુરુ પ્રત્યે ભક્તિ રાખે છે તે ભક્તિ વિશિષ્ટ તેને બનાવે છે. આવા ઉપકારી પૂ.રાષ્ટ્રસંત ગુરુદેવના જન્મદિવસના મંગલભાવ સાથે તેમના ગુણોના ગુણગાન કરતા કરતા ઉત્કૃષ્ટ ભાવ આવવાથી તીર્થંકર નામ ગોત્રનો બંધ થઈ શકે છે. એક આસમાને અનેક તારા એક ફુવારે અનેકધારા એક ઉપવને અનેક કયારા કેમ ગણીએ ગુરુદેવ આપના ગુણોના પારા પૂ.ગુરુદેવ અમારા માટે આપની વાણી નંદીવર્ધન સમાન છે. નંદીવર્ધન એટલે આનંદ વધારનાર. પૂ.ગુરુદેવની વાણી મનને આનંદથી ઉલ્લાસિત બનાવી દે છે. આપ એક મીનીટ પણ બોલો છે તે બધાના રોમમાં ખુશ્બુ ભરી દે છે. ગુરુદેવ સત્યની આંખ અને શાશ્ર્વત દિશાની પાંખ આપી છે
હ પરમ પવિત્રાજી મહાસતીજી
સંસારમાં સામાન્ય જીવન જીવી રહેલ, ધુળનાં ઢગલાં સમાનની ઉંચાઇને પામવાના જીવનમાં એમ્બીશન, સંસારના સંબંધો અને લાગણીઓના કુવામાંથી જેમણે આ આત્મબાળનો હાથ પકડીને, સર્ચ લાઇટની જેમ જેમણે જીવનમાં, સત્યની આંખ અને શાશ્ર્વત દિશાની પાંખ આપી તે મારા ગુરુ છે. મારા ગુરુદેવ જેમની પાસે... ભૂલોની ક્ષમા આપીને શિષ્યોને આગળ વધારવાની અતૂટ ધીરજ છે, જે નિશ્ર્ચિત કરે તેમાં ગમે તેટલા વિઘ્નો આવે પણ આગળ વધે જ તેવું આત્મબળ છે અને ગુરુકૃપા છે... મેલા કપડાને ધોવા માટે પાણીની જરૂર પડે તેમ મેલા કાળજાને ધોવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીની જરૂર પડે તેવી શાસન પ્રભાવનાની બેજોડ મૂર્તિ છે. માનવતાનું સેવાકાર્ય કરવામાં જેમણે પોતાના રક્તનું બુંદ-બુંદ વાપર્યુ છે. પોતાના અસ્તિત્વનો 1-1 કણ પરમાર્થ માટે જ વાપર્યો છે. પ્રભુ મહાવીરના સેવક બનીને આપ જે જિનશાસનની ધ્વજાને લહેરાવી રહ્યા છો, આપના પગલે-પગલે જ અમે ચાલશું, આપનાં પગલે-પગલે જ આ રીતે જિનશાસનની સેવા કરી આપનું અને શાસનનું નામ રોશન કરશું. મારા ગુરુ દીર્ઘાયુ હો...
સ્વસ્થ રહો... મસ્ત રહો
હ સાધ્વી બિંદુજી
ગુરુની કૃપામાં ઘણી જ શક્તિ હોય છે. ગુરુની એક જ નજર કાફી છે. સૂતેલા ભાગ્યને જગાડવામાં, ગુરુ જેના જીવનમાં પ્રવેશ કરે તેની જીંદગી પાવન થઇ જાય છે... "પાવન કરે તે ગંગા ને પરિવર્તન કરે તે ગુરુ ગંગા કરતા ગુરુ મહાન કેમ કે પાવન થયેલો માણસ પાછો પાપ કરે તો મેલો થઇ જાય પણ પરિવર્તન પામેલો માણસ ફરી મેલો ન થતા પાવન...પાવન... ને પાવન જ રહે છે. એવી જ રીતે મારા ગુરુ જેમણે રાગ-દ્વેષથી તેમજ વિષય કષાયથી મેલા થયેલા આત્માનું પરિવર્તન કરી પાવનતા તરફ જ લઇ જાય છે. તેથી જ જીવનમાં ગુરુનું સ્થાન અદકેરુ હોવું જોઇએ. આજ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના 48 માં જન્મદિને અંતરભાવો અર્પણ કરતા એટલું ચોક્કસ કહી શકાય જેમને મન તારું કે મારું નહીં પણ તિન્નાણં-તારયાણં... હું તરુ ને બીજાને તારું આવા ભાવો હંમેશા રહેતા હોય છે. પૂજ્ય ગુરુદેવ ! પંચમ આરામાં સદ્દગુરુ મળે ને તે અમારા માટે ચોથો આરો જ કહી શકાય. ‘શતમ્ જીવમ્ શરદમ્...’ આપ દીર્ઘાયુ હો...સ્વસ્થ રહો...મસ્ત રહો... એ જ અંતરનાદ.... યોગી સાથે ઉપયોગી
બનવાની પ્રેરણા આપે છે
હ પવિત્ર મુનિ
ગુરુદેવ! મારા હૃદયનું એક પરમ શ્રધ્ધાનું પાત્ર, જેની શ્રધ્ધાથી મારી અંદરમાં સત્વ પ્રગટ થાય છે. સંયમ અને સાધનાની શ્રેષ્ઠ રીતે આરાધના થાય છે. પ્રભુ મહાવીરના પરમ વચન યોગને ત્રિયોગમાં અનુભવવા એટલે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ તેમના દરેક વાણી, વ્યવહારમાં પ્રભુએ જે જીવનશૈલી બતાવી છે. તેની અલભ્ય ઝાંખી જોવા અમને સતત મળતી હોય છે. તેઓ માત્ર આત્મઆરાધના નહીં પણ સાથે શ્રેષ્ઠ શાસન પ્રભાવના પણ કરે છે. તેમના આ ભગીરથ પુરૂષાર્થને અમારી ભાવભરી અનુમોદના અભિવંદના.... એવા પૂ. ગુરુદેવનો આજ જયારે માનવતા મહોત્સવરૂપે જન્મોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે એટલું જ કહેવાનું છે કે, આપના જન્મદિવસને પણ પરસુખ કાજે ઉજવીને અમારામાં પણ એક અલૌકિક પ્રેરણા બીજનું રોપણ કયુર્ં છે. પૂ.ગુરુદેવ, બસ! આપના જેવા યોગી અને આપના જેવા અન્ય ઉપયોગી બનવાની યોગ્યતા અમારામાં પ્રગટે તે મંગલ ભાવના... પૂ. ગુરુદેવનો જન્મદિન... અભિનંદનીય...અભિવંદનીય
હ ગોં.સં. પૂ. ભદ્રશીશુ શ્રી ભવિતાજી મ.સ. વિનિતાજી મ.સા.
સદ્ગુરુની પ્રાપ્તિ અને તેઓશ્રીએ આપેલો સદ્બોધ અને મારામાં શક્તિપાત કરેલી એક જ કરુણા ભરેલી દિવ્ય ચક્ષુમાંથી કૃપાદ્રષ્ટિનું એક જ કિરણ! મારા જીવનનું ધરખમ પરિવર્તન કરાવી મને રોડ પરથી કરોડો કરોડો પતિની હરોળમાં, એક સામાન્યમાંથી અસાધારણની પંક્તિમાં, નાચીઝમાંથી અર્ચનીય બનાવી આ ગુરુકૃપાના આધારભૂત વીતરાગનો વેશ અને જતનાનો રજોહરણ, જેમણે મારા સર્વકાળના અનંત જન્મોના પાપોને મિથ્યા અંધકારને પળમાં ધોઇને પ્રકાશીત કરી દીધો મારો વર્તમાન કાળ અને ઉજ્જવળ બનાવી દીધો. મારી ભવિષ્યકાળ વિશુદ્ધ બનવાનો પ્રારંભ કરાવી દીધો. મહા રાજ પથ... આવા ગુરુવર્યોના એકએક જીવનપળ, જીવન તબક્કા એક એક કદમ. એક એક .. એમનો દિન- જન્મદિન. અભિનંદનીય અને અભિવંદનીય છે. શું અર્પણ કરૂં હું એમને આજના દિને. માત્ર ને માત્ર નતમસ્તક અને બે કર જોડેલી મુદ્રા સાથે ઉપકાર ભાવોની મધુર સ્માઇલ... અર્પનાર પૂ. ગુરુદેવ અનંતયાત્રાના
સાથી અને સાક્ષી
હ સાધ્વી વીરમતી
લખલૂટ ભાવો મનમાં ઉભરાય પણ કેટલાક જ શબ્દોમાં આલેખીત થાય. કઇ રીતે નવાજુ? હા, માત્ર થોડી ઉપમાઓ દ્વારા કહેવાનું મન થાય છે.
મારા માટે મારા ગુરુ ધ્રુવતારા સમાન -સાગર જેવા સંસારમાં સાચા માર્ગદર્શક બન્યા છે. પુષ્પસમાન- જેની પાંખડીએ પાખંડીએ સૌરભ ભરી છે. કોમળ જેનું અંગ છે. ભ્રમર ગુંજારવ કરતો આવે, જ્યાં રસપાન કરે ત્યાં અવાજ બંધ થઇ જાય છે. તેમ ગુરૂવાણીનું રસપાન કરતાં ત્રણે યોગ સ્થિર થઇ જાય છે. બાકીનું બધું ભૂલાવી દે, તે છે- ગુરુ... ફાનસ સમાન- ગુરુકૃપાનું ફાનસ સંસાર જંગલની વિકટ અટવીમાં પણ સાચો રસ્તો મળી જાય અટવીમાં અટવાઇએ નહીં. સ્ટ્રીટલાઇટ સમાન- ગુરુ સ્થિર છે. પણ પ્રકાશ અનેકોનો રાહબર બની જતાં અજ્ઞાન દૂર કરે છે. સંપૂર્ણ ખોરાક- પ્રત્યેક સાધનાને બળવાન ને સ્ટ્રોંગ બનાવનાર છે. તેથી એટલું જ કહીશ કે ગુરુ મારા માટે ‘સર્વસ્વ’ છે. -રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ! દેહના જન્મદિનની શું આપીએ વધાઇ? એવરગ્રીન રહો-તન-મન સ્વસ્થ રહોે, એવા ભાવ સાથે વંદન-- વંદન ‘નમન’ ગુરુનું શરણ અને
સ્મરણ મધુરુ હોય છે
હ સન્મતિ શિશુ સાધ્વી સુનિતાજી
દરેક માટે પોતાના ગુરુ સર્વસ્વ, સર્વશ્રેષ્ઠ અને સર્વત્ર રોમેરોમમાં છવાયેલા જ હોય છે. ગુરુદેવ ! ગુરુ વિશે લખવા માટે શિષ્યો પાસે શબ્દોના શણગાર નથી હોતા. માત્ર હોય છે હૈયાના ભાવ અને એ જ હૈયાના ભાવથી લખી રહેલ હૃદયના ભાવ પુષ્પોનો ભાવ આપ હૃદયના ભાવથી સ્વીકારશો.
ગુરુનું સ્મરણ મધુર છે અને તેમનું શરણ મધુરથી મધુર છે. માટે જ ગુરુદેવ આપનું શરણ સ્મરણ મધુર છે. કારણ આપના સ્મરણમાં પરમની પ્રતિક્ષા અને આપના શરણમાં આત્મીયતાનો સ્પર્શ થાય છે. જેમની ખમીર અને ખુમારી વગરના માણસોની નોંધ તો એના પરીવારજનો પણ ખાસ લેતા નથી પરંતુ પરોપકાર, પરમાર્થ અને પરમાત્મા માટે જ જેણે પોતાના શ્ર્વાસની અણમોલ મુડી સતત વાપર્યા કરી છે. તેના જીવનનો ઇતિહાસ લખવા તો ખુદ સમય પણ આતુર હોય છે. બસ ! ગુરુદેવ આપનું જીવન પણ સાત્વિકતાના સ્મારક જેવું છે. આપનું જીવન અનેકોની પ્રેરણાનો આધારસ્તંભ બન્યું છે. આપની ખુમારી જૈનશાસનનો આગવો ઇતિહાસ બનશે.
બસ, મારા જીવન માટે પણ એવા જ આધારસ્તંભ બની રહો. જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી આપની પ્રેરણા અને આપનું સાંનિધ્ય મળતું રહે એ જ ભાવના... જન્મદિવસની શુભેચ્છા સહ અભિનંદન.... અભિવંદન....