ઇમોશનલ ઇન્ટેલિજન્સ (E.Q..): દુનિયાદારીને જોવાનો દ્રષ્ષ્ટિકોણ September 26, 2018

"મને કંઈજ સમજાતું નથી કે મારી સાથે લોકોને કેમ ફાવતું નથી, અથવા મને મોટા ભાગના લોકો સાથે વ્યવહાર માં તકલીફ પડે છે આ ખુબજ સામાન્ય બાબત બનતી જાય છે. જો આ વાત ને વિસ્તૃત સમજવી હોય તો પહેલા એક તદ્દન નવા વિષય ઈમોશનલ ઇન્ટેલિજન્સ ને સમજવો પડે. ઈમોશનલ ઇન્ટેલિજન્સ એ એક એવો ક્ધસેપ્ટ છે જે આજના સમયમાં અને આવનારા સમયમાં ખુબજ અગત્યનો પુરવાર થશે.
ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે લાગણીઓની ઓળખ. દરેક વ્યક્તિ લાગણીઓના તાણા-વાણામાં બંધાયેલો છે, અને આ જ લાગણીના બંધનો થી ઉભી થાયછે અપેક્ષાઓ અને અપેક્ષાઓ પૂર્ણ ન થતા સંબંધોમાં તનાવ આવે અથવા મન ખાટું થાય. પરંતુ જાણવા લાયક વાત એ છે કે જો આપણે આપણી લાગણીઓ પર કાબુ મેળવી શકીએ તો મહદ્દ અંશે સંબંધો સુધારી શકાય છે અથવા સંબંધોમાં મીઠાશ જળવાઇ રહે છે. પરંતુ લાગણીઓ ને સમજવી થોડી અઘરી બને છે, અને એ એટલા માટે, કેમ કે આપણને આપણી જ લાગણીઓ વિષે પૂરતી સમજ નથી અથવા અજાણ છીએ.
પ્રખર મનોવૈજ્ઞાનિક અને મેનેજમેન્ટ ગુરુ ડેનિયલ ગોલમન કે જેઓ આ વિષય પર ખુબ જ પક્કડ ધરાવે છે અને જેઓએ અનેક વરસોના અભ્યાસ બાદ આ વિષય ની વિસ્તૃત છણાવટ કરીને જે તારણો આપ્યા છે તે ખાસ સમજવા જેવા છે. ડેનિયલ ગોલમનના મત મુજબ ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે "આપણી લાગણીઓની રેન્જ ની જાણકારી પ્રાપ્ત કરવી, અને તેને સજાગ મનથી સ્વીકારી અને તેનો ઉપયોગ આપસી વ્યવહારમાં સુચારુ રૂપે કરવો
લાગણીઓના પ્રકાર અને રેન્જની જો વાત કરીએ તો ખ્યાલ આવશે કે એવી કેટલીયે લાગણીઓ છે જેને આપણે ખરા અર્થમાં સમજી જ શક્યા નથી. આપણા સૌને માટે લાગણી એટલે પ્રેમ, ગુસ્સો, રડવું આવવું, ખુશ થવું, અથવા ભય લાગવો, ઉદાસ થવું દુ:ખી રહેવું વગેરે.
પરંતુ લાગણીઓને જો એક સમૂહમાં મુકવામાં આવે તો સમજાશે કે એના અસંખ્ય પ્રકાર અને સ્વરૂપ છે. દાખલા તરીકે અમુક વસ્તુઓ કે વાનગીઓ વધુ પસંદ હોવી, અથવા અમુક વ્યક્તિ કે ઘટના પસંદ ન હોવી. બીજા અર્થમાં કહીએ તો લાગણી ને વ્યક્ત કરવા આપણે અમુક ચોક્કસ પ્રકારનું વર્તન કરતા હોઈએ છીએ, અને આ વર્તનના હિસાબે જ આપણી એક પ્રકારની છાપ બનતી હોય છે.
ઈમોશનલ ઇન્ટેલિજન્સ મા આપણા વર્તનને સમજવા પર ભાર મુકવામાં આવે છે. આવો આપણે જોઈએ આપણા અલગ અલગ વર્તન અને એમાં ફેરફાર અથવા તો બદલાવ કરવાથી શું ફાયદાઓ થઇ શકે છે. મુખ્યત્વે બે પ્રકારે આપણે વર્તતા હોઈએ છીએ. 1. રિએકટીવ અને 2. પ્રોએકટીવ
1. રિએકટીવ વર્તન: કોઈપણ ઘટના ઘટ્યા બાદ એના પર રિએક્ટ કરવું, એટલેકે નકારાત્મક પ્રતિભાવ આપવો.
2. પ્રોએકટીવ વર્તન: ઘટના ઘટે એ પેહલાજ એની જાણકારી હોવી અથવા એવી કોઈ ઘટનાને ઘટતા રોકવી.
: રિએકટીવ વર્તનને
નીચે મુજબ સમજીયે:
* ગુસ્સાની લાગણી અને આપણું વર્તન:
આપણે ગુસ્સામાં સામી વ્યક્તિ પર જોર જોરથી ચીસો પાડીએ અથવા વસ્તુઓ પછાડીએ, કોઈ કોઈ વખત વધુ આક્રમક થઇને મારા-મારી પર ઉતરી આવીયે, આ પ્રકાર ના વર્તનથી આપણે આપણી ગુસ્સાની લાગણીને વ્યક્ત કરીયે.
* દુ:ખી થવું અથવા દુ:ખ મેહસૂસ કરવું:
આપણે ઘણીવાર કારણ વગર દુ:ખી થતા હોઈએ છીએ અથવા તો દુ:ખી રહેવાનું પસંદ કરતા હોઈએ છીએ. આવા સમયે આપણે વગર કારણે રડીએ અથવા ઉદાસ બનીને બેસી રહીયે, અને સતત બીજા ની હૂંફ ઝંખ્યા કરીયે.
* રડવું આવવું અથવા રડમસ થઈને રેહવું:
ઘણા લોકોને વગર કારણનું રડવું આવ્યા કરે અથવાતો નાની નાની બાબતોને લઇને રડી પડે, તો બીજા કેટલાક લોકો લગભગ રડમસ અવસ્થામાં જ જોવા મળતા હોઈ છે.
: પ્રોએકટીવ વર્તનને નીચે મુજબ સમજીયે:
* સ્વસ્થતા થી દરેક પરિસ્થિતિનો સામનો કરવો:
જે લોકો ઈમોશનલ ઇન્ટેલિજન્સ સારું ધરાવતા હોય તેવા તમામ લોકો નું વર્તન કોઈપણ પરિસ્થતિમાં એક્દુમ સામાન્ય અને સ્થિર હોય છે. આવનારી પરિસ્થતિનો એમને ખ્યાલ હોય છે અને માટે તેઓ તેને સ્વથતા પૂર્વક સામનો કરી શકે છે.
* સ્માઈલ આપતા રેહવું એટલે કે કોઈપણ પરિસ્થિતિમાં હસતા રહેવું:
એવા અમુક વ્યક્તિઓ હોય છે જે સતત હસતા જ જોવા મળે છે, આપણને નવાઈ લાગે, પરંતુ તેઓ ભાગ્યે જ ઉદાસ હોય છે.
: હવે જોઈએ ઈમોશનલ ઇન્ટેલિજન્સ ઓછું હોય તેવી વ્યક્તિના અલગ અલગ વર્તન:
* એગ્ગ્રેસીવ
* જિદ્દી
* ડિમાન્ડિંગ
* બોસી
* એકલસૂડા રેહવું
* નિર્ણય શક્તિનો અભાવ અથવા ધીરી નિર્ણય શક્તિ
: જેનું ઈમોશનલ ઇન્ટેલિજન્સ
સારું હોય એવા વર્તન :
* એસરટિવનેસ
* ફ્લેક્સિબલ
* કોલેબોરેટીવ
* સ્માઇલિંગ
* સહાનુભૂતિ (ઊળાફવિંયશિંભ)
* ત્વરિત નિર્ણય શક્તિ
એવું અનુમાન લગાવવામાં આવે છે કે આવનારા દાયકામા (ઈં.ચ.) કરતા (ઊ.ચ.)ની માંગ વધુ રહેશે.
દરેક વ્યક્તિએ લાગણીઓ પર નિયંત્રણ રાખીને આગળ વધવું
પડશે.