જામનગરમાં નો-પાર્કિંગ મુદ્ે પંચનામું કરવા કોર્ટનો આદેશSeptember 25, 2018


જામનગર તા. 25
જામનગર શહેરમાં નો- હોકીંગ જાહેર કરાયેલ વિસ્તારમા ટ્રાફીકને અડચણ ઉભી થયા તેમ ગેકરાયદે રીતે રેકડી પથારા અને રખડતા ઢોર બાબતે જામનગરના એક એડવોકેટ દ્વારા લોક પ્રતિનિધિત્વ સ્વરૂપે દાવો દાખલ કરાયા પછી અદાલતે કોર્ટ કમિશ્નર મારફતે પંચનામુ કરવા આદેશ કરાયો છે સાથો સાથ પંચનામુ વિડીયોગ્રાફી સાથે કરવા આદેશ કરાયો છે.
જામનગર શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે જામનગર શહેરના કેટલાક વિસ્તારને નો-હોકીંગ ઝોન જાહેર કરાયા હોવા છતા તેની અમલવારી થતી નથી અને આવા સ્થળે રેકડી પથારાના દબાણો ખડકાઇ ગયા છે. ઉપરાંત રખડતા ઢોર પણ માર્ગો પર અડીંગો જમાવીને પડયા રહે છે અને ટ્રાફીકને બાધારૂપ બની રહે છે ઉપરોકત તમામ પ્રશ્ર્ને તંત્ર ઉદાસીન રહ્યુ છે.
જેને લઇને જામનગરના એડવોકેટ ગીરીશ સરવૈયા દ્વારા જામનગરની અદાલતમાં લોક પ્રતિનિધિ સ્વરૂપે જાહેર જનતાના હિતમાં જામનગર મહાનગર પાલીકાના કમિશ્નર, જામનગર જીલ્લાના એસ પી, કલેકટર અને ગૃહ સચીવ સામે દાવો દાખલ કર્યો હતો જે દાવામાં ખરી અને સત્ય હકિકતો રેકર્ડ ઉપર આવે તે હેતુથી જામનગર શહેરના તમામ નો-હોકીંગ ઝોનનું પંચનામુ કરવાની અરજી દાખલ કરી હતી.
જેમાં વાદી વકીલ અને એસ પી તેમજ કમિશ્નર તરફથી રોકાયેલા વકીલ વગેરે દ્વારા બન્ને પક્ષની લાંબી દલીલો ચાલી હતી જે અરજી જામનગરની અદાલત સમક્ષ ચાલી જતા તમામ જગ્યાનું પંચનામુ કરવા અને અદાલતમાં રીપોર્ટ કરવા આદેશ કરાયો હતો જે અરજીમાં જામનગર બાર એસોસીએશનના સભ્ય એડવોકેટ કિશોર ડી ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે જેને બે માસમાં રીપોર્ટ કરવા આદેશ કરાયો છે ઉપરોકત રીપોર્ટ અને પંચનામાની વિડીયોગ્રાફી -ફોટોગ્રાફી કરવાનો જામનગર અદાલતમાં કિસ્સો હશે આ ચુકાદાથી જામનગરની બાર એસો.ના વર્તુળમાં ચકચાર જાગી છે.