નવરાત્રીના દિવસોમાં રહો ‘Fit N Healthy‘

નવરાત્રીના દિવસો આવી રહ્યા છે ત્યારે ગરબે રમનાર ખેલૈયાઓ તૈયારીમાં લાગી ગયા છે. નવરાત્રીના દિવસો પહેલાથી જ નવરાત્રીની પ્રેકટીસનો આરંભ થઇ જાય છે. નવરાત્રી પહેલા બે થી ત્રણ કલાકની પ્રેકટીસ, ઉપરાંત ડ્રેસ વગેરે માટેની તૈયારીમાં દોડાદોડી હોય છે. ઉપરાંત નવરાત્રીના નવ દિવસ સતત રમવાનું ઉપરાંત ઉજાગરા પણ થાય છે તેમજ ખાવાપીવાનું અનિયમિત થઇ જાય છે તેથી આવા સમયમાં પોતાની જાતને સ્વસ્થ રાખવી ખુબ જરૂરી બની જાય છે.
આ બધા દિવસોમાં શરીર થાકયા વગર સ્ફુર્તીમય રહે એ માટે ડો.ભાવના જોશીએ જણાવ્યું હતું કે આ દિવસોમાં શરીરને થાક, મહેનત અને ઉજાગરો થાય છે તેથી સ્વસ્થ રહેવું જરૂરી છે. આથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ગરબા તેમજ પ્રેકટીસ વખતે લેવામાં શરીરની સ્ટેમીના ટકાવી રાખવા ખુબ પાણી પીવું જરૂરી છે. પાણી ઉપરાંત લીંબુ શરબત, જ્યુસ વગેરે પણ પી શકાય છે.
થાક અને તનાવ સ્કીન પર પણ અસર કરે છે તેથી ડાયેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
આથી દિવસોમાં જંક ફુડ તેમજ હેવી ખોરાકથી દુર રહેવું તળેલા પદાર્થોથી પણ શરીરમાં ભારે લાગે છે. જે રમવાની ક્ષમતા પર અસર કરે છે તેથી ભોજનમાં ફ્રૂટ અને હેલ્ધી ખોરાક લેવો.
ગરબે રમવામાં પગ પર સૌથી વધુ અસર થાય છે તેથી રોજ રાત્રે પગની ઘુંટી તેમજ આંગળાઓમાં ઓઇલ મસાજ કરીને ગરમ મીઠુ નાખેલ પાણીમાં બોળી રાખવાથી વધુ નુકસાન થશે નહીં.
અચાનક શરીરને આટલી કલાકની શારીરિક મહેનતની
ટેવ ન હોય તો મુશ્કેલી ઉભી થાય છે. સ્નાયુઓનો દુ:ખાવો
વગેરે થાય છે તેથી સવારમાં ઉઠી યોગ, પ્રાણાયામ કરવા પણ જરૂરી છે.
રાત્રીના ઉજાગરા કરવાથી આંખોને નુકસાન થાય છે તેથી આંખો પર દુધના પોતા કે ઠંડા પાણીના પોતા મુકવા તેમજ હળવી આંખોની કસરત પણ કરવી.
આ બધાની અસર સ્કીન પર થાય છે તેથી રેગ્યુલર બ્યુટી ટ્રીટમેન્ટ તથા હેર ટ્રીટમેન્ટ કરાવવી પણ જરૂરી બની જાય છે.
આમ થોડી કાળજી અને
તકેદારી રાખવાથી નવરાત્રીનો આનંદ મેળવી શકશો.