ફૂડ ટોક । હેતલ માંડવીયા September 25, 2018

પંજાબી ખીર
: સામગ્રી :
- 1 લિટર દૂધ - 1/4 કપ ચોખા - 100 ગ્રામ ખાંડ - 1/2 ટી સ્પુન એલચી પાવડર - 1/2 કપ બદામ, પીસ્તા, કાજુનો ભૂકો - 1/2 કપ બદામ પીસ્તા કાજુના પીસ - 1/2 ટી સ્પુન ડ્રાયફુટ શેકવા માટે ઘી
: પધ્ધતિ :
- સૌ પ્રથમ ચોખાને બે ત્રણ વાર ધોઈને પલાળી લો - દૂધમાં ખાંડ નાખી ગરમ કરવા મુકો, દૂધ ગરમ થાય એટલે તેમાં પલાળેલા ચોખા નાખી દો. - ધીમા તાપે ઉકળવા મુકો. ચોખા ચડી જાય અને દૂધ ઉકળીને ગુલાબી થાય ત્યાં સુધી ઉકાળો - તેમાં ડ્રાયફ્રુટ પાવડર ઉમેરી ફરી ઉકાળો. - 1/2 ચમચી ઘી મૂકી મિકસ ડ્રાયફુટસના ટુકડા શેકી લો. - દૂધ બળી જાય અને થોડુ લચકા જેવુ રહે એટલે તેમાં રોસ્ટેડ ડ્રાયફ્રુટ અને એલચી નાખી દો - ઠંડુ થાય એટલે પીરસો
ગુજરાતી ખીર કરતા આ ખીર થોડી ઘટ્ટ અને લચકા જેવી રાખવી.
લો ફેટ પનીર ખીર
: સામગ્રી :
- 3 કપ લો ફેટ દૂધ , 99.7% ફેટ ફ્રી - 1 કપ ખમણેલું લો ફેટ પનીર - 2 ટી સ્પૂન શુગર સબ્સ્ટિટ્યૂટ - 1/4 ટી સ્પૂન એલચી પાવડર
: પધ્ધતિ :
- એક પહોળા ખુલ્લા નોન-સ્ટીક પેનમાં મધ્યમ તાપ પર દૂધને 5 થી 6 મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. - તેને ઠંડું થવા બાજુ પર રાખો. - જ્યારે તે ઠંડું થઇ જાય, ત્યારે તેમાં શુગર સબ્સ્ટિટ્યૂટ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. - છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિકસ કરી રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછા 1 કલાક માટે રાખી મૂકો. - ઠંડી થયા બાદ પીરસો.