ટિપ્સ ફ્રોમ હોમSeptember 25, 2018

શ્રાધ્ધના દિવસો શરૂ થઇ ગયા છે. શ્રાધ્ધમાં મોટા ભાગે ખીર બનાવવામાં આવે છે. વાસ નાખવા માટે પણ ખીર બનાવવાની હોય છે. આમ તો ખીર હેલ્થ માટે સારી ગણાય છે. આમ છતા ભોજનમાં થોડી નવીનતા લાવવા નીચેના ઉપાયો અજમાવી શકાય.
દુધીની ખીર: દુધીને ખમણીને ઘીમાં શેકી લો ગુલાબી થાય એટલે દુધમાં ખાંડ નાખી ઉકાળી લો. ડ્રાયફ્રુટ અને એલચી નાખીને પીરસો.
સેવની ખીર : ઘઉંની સેવને ઘી મુકી શેકી લો તેમાં દુધ, ખાંડ નાખી ઉકાળો. થોડુ ઘટ્ટ થાય એટલે કાજુ કીશમીશ નાખો.
ગાજરની ખીર : ગાજરને ખમણીને દુધીની ખીરની જેમ ઘીમાં શેકી દુધ ખાંડ નાખી એલચી પાવડર નાખીને બનાવી શકાય.
ઓટસ ખીર : ઓટસને ઘીમાં શેકી લો થોડું પાણી નાખીને ચડવા દો ચડી જાય એટલે તેમાં ખાંડ દુધ નાખી ઉપયોગમાં લો.
કોબીજ ખીર : કોબીજને એકદમ ઝીણુ સમારી લો અથવા ખમણી લો. તેને પણ દુધી અને ગાજરની જેમજ ઘીમાં શેકી દુધ, ખાંડ, એલચી નાંખી બનાવી શકાય.
ખાસ નોંધ :
દુધની કોઇપણ વાનગી ખીર, દુધપાક બાસુંદી બનાવતી વખતે 1 લિટર દુધ હોય તો 100 ગ્રામ ખાંડ લેવી.
દુધપાક બનાવવા માટે 1 લિટર દુધ હોય તો ર થી 3 ચમચી ચોખા લેવા.
ખીર બનાવતી વખતે 1 લિટર દુધ હોય તો 1/4 કપ ચોખા લેવા.
દુધ ઉકાળતી વખતે વાસણમાંથી ઘી લગાવી લેવાથી દુધ ચોટશે નહીં.