નવરાત્રિમાં બેકલેસ બ્લાઉઝ પહેરતાં પહેલાં...September 24, 2018

એક તરફ નવરાત્રિના ગરબા માટે પ્રેક્ટિસ શરૂ થઇ ગઇ છે તો બીજી તરફ યુવતીઓએ પણ નવરાત્રિમાં પહેરવા માટે ચણીયાચોળીની તૈયારી શરૂ કરી જ દીધી હશે. ચણીયાચોળી હોય, સાડી હોય કે પછી કોઇપણ પ્રકારના કપડા હોય જમાના પ્રમાણે ફેશન બદલાતી જ હોય છે. પહેલા એકદમ ગામઠી પ્રકારના ચણીયાચોળી પહેરતા હતા તો હવે એમાં પણ બદલાવ આવ્યો છે. અત્યારે નવરાત્રિમાં ચણીયાચોળીને ગ્લેમરસ લૂક આપવા માટે નવી ફેશનની ચોલી અને બ્લાઉઝ ફેશનમાં છે. હાલ યુવતીઓમાં બેકલેસ ચોલી ફેવરીટ ઓપ્શન બની રહ્યો છે. આખા કલરફૂલ ચણીયાચોળીમાં ખુલ્લી પીઠ વાળા બ્લાઉઝ ખૂબ સરસ લાગે છે. પરંતુ જો તમારે બેકલેસ ચણીયાચોળી પહેરવી હોય તો તમારી પીઠ સુંદર લાગવી ખૂબ જરૂરી છે. પીઠની ત્વચાની બીજી એક સમસ્યા છે ડ્રાય સ્કિન. જો કે સૂકી ત્વચાની ટ્રીટમેન્ટમાં ખીલ અને ડાઘ જેટલો સમય નથી લાગતો. પરંતુ એ માટે પણ પીઠની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. ચહેરા પર જે રીતે મોઇશ્ચરાઇઝર લગાવો છો એ રીતે પીઠ પર પણ મોઇશ્ચરાઇઝર લગાવો. ડ્રાય સ્કિનની તકલીફ શરીરમાં પાણી ઓછુ હોય તો પણ થાય છે તોભરપૂર પાણી પીવાનું રાખો. જો તમને સમય મળતો હોય તો સ્નાન કરતી વખતે પીઠ પર બેબી ઓઇલથી મસાજ કરો અને ત્યારબાદ સ્નાન કરો. જે દિવસે બેકલેસ ડ્રેસ પહેરવાનો હોય ત્યારે પીઠ પર સ્ક્રબિંગ કરો. જેથી ત્વચા સુંવાળી અને ચમકદાર બને.