મૃતકોનાં નામે બોગસ રાશનકાર્ડ બનાવી પરવાનેદારે સરકારને ચોપડ્યો લાખોનો ચૂનો

અમરેલીનાં દેવળા ગામના પરવાનેદારે 270 રાશનકાર્ડ બોગસ બનાવી માલ વેચાણ પર દર્શાવી અનાજ-કેરોસીનનો મોટો જથ્થો સગેવગે કરતા પીબીએમ
અમરેલી તા.8
અમરેલીનાં ધારી તાલુકાનાં દેવાળા ગામનાં પરવાનેદાર દ્વારા પુરવઠાના અનાજને સગેવગે કરવાનું મોટું કૌભાંડ ખુલતા પરવાનેદાર સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે. દુકાનદારે ગામમાં મૃતકો અને ગામમાં ન રહેતા હોય તેવા લોકોના નામે બોગસ રાશનકાર્ડ બનાવી લાખો રૂપિયાનો અનાજ કેરોસીનનો જથ્થો વેચાણ પર દર્શાવી બારોબાર સગેવગે કરી નાખ્યાનું ખુલ્યું છે.
અમરેલી જીલ્લાનાં ધારી તાલુકાના દેવળા મુકામે સંચાલક અમરઅલી બદરૂદીન લાલાણીની પુરવઠા ટીમ દ્વારા તપાસ કરતા દેવળા, માધુપુર તથા ગામોએ કેમ્પ કરતાં કુલ ર3પ રેશનકાર્ડ બોગસ જણાવ્યા જેઓ ગામે રહેતા ન હોય અને તેનું અવસાન થયું હોય. આ બોગસ કાર્ડધારકોનાં નામે નિયમિત બીલો બનેલ છે અને બોગસકાર્ડ ધારકોનાં નામે ખોટા બીલો બનાવી નવેમ્બર 17 થી એપ્રિલ-18 ની તપાસથી કરતા ઘઉ 18619 પ કિગ્રા, ચોખા 10411 કિગ્રા, ખાંડ 141ર.9પ કિગ્રા કેરોસીનનો જથ્થો વેચાણ દર્શાવી અનધિકૃત રીતે વગે કરે છે. પરવાનેદારને સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાને બાધકરૂપ ગેરકાયદેસર રીતે પ્રવૃતિ આચરી ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ હુકમ-ર004, પીડીએસ કંટ્રોલ ઓર્ડર-ર001 ની જોગવાઇ તથા પરવાનાની શરતોનો ભંગ કરેલ હોવાથી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અમરેલી દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-19પપ ની કલમ-3 ની જોગવાઇનો ભંગ બદલ કલમ-7 હેઠળ દેવળા ગામનાં સંચાલક અમરઅલી બદરૂદીન લાલાણી સામે પગલા લેવા મામલતદાર ધારીને પોલીસ ફરીયાદ દાખલ કરવા હુકમ કરેલ છે. જેનાં પગલે મામલતદાર ધારીએ સબબ પરવાનેદાર સામે પોલીસ સ્ટેશન ધારીમાં પોલીસ ફરીયાદ દાખલ કરેલ છે અને પરવાનેદાર અમરઅલી બદરૂદીન લાલાણીને અટકાયત કરવામાં આવેલ છે.