મેડીકલ વીમામાં ફેરફાર : ડેન્ટલ, મોટાપો, યૌન રોગોનો પણ ઇન્સ્યોરન્સમાં સમાવેશSeptember 01, 2018

નવી દિલ્હી તા.1
આવનારા દિવસોમાં ડેન્ટલ, ઈન્ફર્ટિલિટી જેવી સારવાર માટે મેડિકલ ઈશ્યોરન્સનો સમાવેશ કરાયો છે. આઇઆરડીએઆઇ તેના નિયમોમાં ફેરફાર કરાતા આ ફેરફાર શક્ય થયો છે. ઓથોરિટીએ લગભગ 10 વસ્તુઓનો સમાવેશ કર્યો છે. જેમાં ડેન્ટલ, સ્ટીમ સેલ, ઈન્ફર્ટિલિટી, મોટાપો, યૌન સંચારિત રોગો, એચઆઇવી અને એડ્સ જેવી બીમારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટોનું માનવુ છે કે અત્યાર સુધીતો આ તમામ વીમા પોલીસી ઓપ્શનલ હતી એટલે કે માત્ર વીમા કવચ ખરીદતી વખતે જે બીમારીઓનું કવર મેળવેલ હોય તેના પર જ લાભ મળતો હતો. હવે વીમા કંપનીઓ ફરીથી તેની પોલીસી માટે નવી ડિઝાઈન કરી શકે છે. વીમા નીયમન તરફથી આવનારા દિવસોમાં જાણકારી આપવામાં આવશે. આ તમામ બીમારીઓને કવરમાં લાવવા માટે ઓર્ડર પણ લાવવામાં આવશે.
2016-17ના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીયો હેલ્થવીમા કવચ કરાવવામાં ઓછા જાગૃત છે. ફક્ત 43 કરોડ એટલેકે જનસંખ્યાના 34 ટકા લોકો જ હેલ્થવીમો કરી ચુક્યા છે. આ આંકડાઓ નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2018માં જાહેર કરવામાં આવ્યા હતા. જેને સેન્ટ્રલ બ્યૂરો ઓફ હેલ્થ ઇન્ટેલિજન્સે તૈયાર કર્યા છે.
દેશમાં પ્રાઇવેટ વીમા કંપનીઓ કરતા સરકારી વીમા કંપનીઓ પર વધુ ભરોસો રાખવામાં આવે છે. 2016-17માં પ્રાઇવેટ વીમા કંપનીઓના ક્લેમ 67 ટકા હતો તો સરકારી કંપનીઓનો 120 ટકા હતો.