નખત્રાણાના જમાદારનો ગળાફાંસો ખાઇ આપઘાતSeptember 15, 2018

 અકારણ
પોલીસ કવાર્ટરમાં જીવનલીલા સંકેલી
ભુજ તા. 14
નખત્રાણા પોલીસ મથકમાં બજાવતા જમાદારે પોલીસ કર્વાટરમાં જ ગાળાફાંસો ખાઇ આપધાત કરી લેતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. નિવૃત્તિનાં આરે રહેલા જામાદાર અચાનક જ ઘાતક પગલું ભરી લેતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રાજનાથ મુશની યાદવે આજે બપોરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપધાત કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. નિવૃત્તિના આરે પહોંચેલા મૃતક રાજનાથ યાદવે કયા કારણોસર આપધાત કર્યો તે હજુ સ્પષ્ટ થઇ શકયું નથી. આજે બપોરે નખત્રાણા પોલીસ લાઇનમાં તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.ઘટના અંગે જાણ થતાં જ પીએસઆઇ એલ.પી. બોડાણા સહિતનો કાફલો પોલીસ લાઇન દોડી ગયો છે. પીએસઆઇ બોડાણાએ જણાવ્યું કે, કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. રાજનાથ યાદવે મુંદરા પોલીસ મથક સહિત વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવેલી છે. તેમનો પરિવાર મુંદરા રહે છે. આ બનાવી અંગે નખત્રાણા પોલીસે તપાસ હાથ
ધરી છે.