કોટક કોલેજમાં વિદ્યાર્થીઓને પીવા પાણી નથી, પણ આચાર્ય માટે ગોઠવાયા ટ્રેડ મિલ

રાજકોટ તા.14
શહેરની કોટક કોલેજમાં આજે એબીવીપીનાં કાર્યકરોએ હલ્લાબોલ કરી દઇ વિદ્યાર્થીઓને પ્રાથમીક સુવિધાઓ આપવા માંગણી કરી હતી. પીવાનું પાણી, કલાસરૂમ, પંખા, બેંચ સહિતની સુવિધાઓ માટે કોલેજ પ્રસાશને 7 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો 7 દિવસમાં સુવિધા પુરી નહી પડાય તો આકરા આંદોલન માટે તૈયાર રહેવા ચિમકી આપવામાં આવી છે.
એબીવીપીનાં કાર્યકરોએ કોલેજ કેમ્પસમાં સુત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. તેઓએ કહ્યું કે કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે કોઇ અલગ સુવિધા નથી, પીવાનું પાણી પણ વિદ્યાર્થીઓને મળતુ નથી. કોલેજનો સમય 11 થી 6નો હોવા છતાં કોલેજમાં કેન્ટીન નથી. આ ઉપરાંત અનેક પ્રાથમિક સુવિધાઓ કોલેજમાં નથી પણ આચાર્યએ પોતાની ઓફિસમાં જાહોજહાલી ભોગવી રહ્યા છે. અદ્યતન સુવિધાઓથી સભર ઓફિસ બનાવી આચાર્ય ટેસડા કરેતા હોવાનું એબીવીટપીએ ખુલ્લું પાડ્યું છે. આચાર્યની ઓફિસમાં સ્પેશ્યિલ ટ્રેડ સીલ ગોઠવાયું હોવાનું સામે આવ્યું હતું. વિરોધભાષનો એબીવસપીએ જબરદસ્ત વિરોધ કર્યો હતો.