સુરતથી રાજકોટ ST બસમાં ગાંજાની ખેપ-મહિને બેથી ત્રણ!

  • સુરતથી રાજકોટ ST બસમાં ગાંજાની ખેપ-મહિને બેથી ત્રણ!
  • સુરતથી રાજકોટ ST બસમાં ગાંજાની ખેપ-મહિને બેથી ત્રણ!
  • સુરતથી રાજકોટ ST બસમાં ગાંજાની ખેપ-મહિને બેથી ત્રણ!
  • સુરતથી રાજકોટ ST બસમાં ગાંજાની ખેપ-મહિને બેથી ત્રણ!
  • સુરતથી રાજકોટ ST બસમાં ગાંજાની ખેપ-મહિને બેથી ત્રણ!

 જીજ્ઞેશ જાની
રાજકોટ તા.14
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી દંપતી, પુત્રી સહીત ચારને 357 કિલો ગાંજો સાથે ઝડપી લીધા બાદ તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે આ લોકો અઢી હજાર લેખે લઇ છૂટક વેચાણ કરતા હતા પરંતુ આ નશાનો કાળો કારોબાર આજકાલથી નહિ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહયો છે સુરતના એલિસબ્રિજ નીચેની ઝુપડપટ્ટીમાંથી પાર્સલ રૂપે નીકળતો ગાંજો એસટી બસમાં રેઢો મૂકી દેવામાં આવે છે અને મુસાફર રાજકોટ આવતા જ પાર્સલ લઈને ઉતરી જાય છે આ ગાંજો જેતપુરના નવાગઢમાં રહેતા એક મુસ્લિમ શખ્સ સુધી પહોંચે છે તે આ જથ્થો એક દરગાહમાં છુપાવે છે અને ઝૂંપડીમાં છૂટક વેચે છે.
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ નષ્ટનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ એસઓજી અને ભક્તિનગર પોલીસે જંગલેશ્વરમાં દરોડો પાડી સંયુક્ત કામગીરી કરી મદીનાબેન ઉસ્માનભાઈ જુણેજા, તેના પતિ ઉસ્માનભાઈ લઘરભાઈ જુણેજા, તેની દીકરી અફશનાબેન સલીમભાઇ કયદા અને સંબંધીના 17 વર્ષીય સગીરને 357 કિલો ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા બાદ કોર્ટમાં તપાસ અર્થે રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે પ્રાથમિક તપાસમાં આ પરિવાર નાની નાની પડીકીઓ બનાવીને 100 થી 200 રૂપિયામાં વેંચતા હોવાનું જાણવા મળ્યું છે પંજાબ, ઓરિસ્સાથી સુરત થઈને ગાંજો રાજકોટ પહોંચતો હોવાનું જાણવા મળ્યું છે મોટાભાગે આ ગાંજો દરગાહ બહાર બેસતા ફકીરો ખરીદ કરી જતા હોવાનું તથા જૂનાગઢ તળેટીમાં રહેતા બાવા સાધુઓ આ ગાંજાનું સેવન કરતા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ ખાતે બાયપાસ પુલ નીચે જ ઝૂંપડી રાખીને એક શખ્સ ગાંજાનું ભરપૂર વેચાણ કરી રહ્યો છે આ શખ્સ ઝુપડીથી પાંચેક કિલોમીટર દૂર ડુંગરાઉ વિસ્તારમાં એક દરગાહનું સંચાલન કરે છે તે મોટો જથ્થો આવતા જ આ ગાંજાનો જથ્થો તે દરગાહના પટાંગણમાં છુપાવી દેતો હોય છે બાદમાં તેની ઝૂંપડીએ જે કોઈ ગંજેરી નશો કરવા આવે તેને વેચાણ પૂરતો થોડો થોડો જથ્થો લાવતો હોય છે અને અંદર ઝૂંપડીમાં બેસાડીને પીવડાવતો હોય છે અમુક લોકો પડીકી લઈને જતા રહેતા હોય છે. સુરતના ક્યા વિસ્તારમાં મળે છે ગાંજો
પંજાબ, ઓરિસ્સાથી લાંબા અંતરની ટ્રેન મારફતે સુરત પહોંચતો ગાંજો સુરત રેલવે સ્ટેશન પહેલા આવતા એલિસબ્રિજ નીચેની ઝુપડપટ્ટી પાસે ટ્રેન પહોંચતા જ ગાંજાના કોથળા ઘા કરી દેવામાં આવે છે આ ગાંજાનો જથ્થો સંગે વગે કરવા અગાઉથી જ માણસો ઉભા હોય છે તેઓ ચાલુ ટ્રેનમાંથી જથ્થો ફેંકાતા તુરંત જ રેલવે ટ્રેક નજીકની એલિસબ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં છુપાવી દેતા હોય છે ઝૂંપડપટ્ટીમાં ઇલેક્ટ્રિક કાંટાથી
થાય છે ગાંજાનું વજન
એલિસબ્રિજ નીચે ફુલબજારની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં લાઈનમાં અંદાજે 50થી વધુ ઝુંપડાઓ આવેલા છે આ ઝૂંપડપટ્ટીમાં ગ્રાહકને બોલાવી ગાંજાનું સેવન કરાવી બાદમાં ગાંજો ઇલેક્ટ્રિક વજનકાંટામાં વજન કરાવી વેચવામાં આવે છે. વધુ બી વાળો ગાંજો ખૂબ સસ્તો હોય છે
ગાંજામાં પણ કેટેગરી પ્રમાણે ભાવ નક્કી થતો હોય છે જે ગાંજાના જથ્થામાં બી વધુ હોય છે તેવો ગાંજો માત્ર 1000 થી 1500 રૂપિયામાં કિલો મળે છે જયારે બી વગરનો જે ગાંજો હોય છે તે 8 થી 10 હજાર રૂપિયા લેખે વેચાતો હોય છે. કેવી રીતે ગાંજો જે તે સ્થળે પહોંચે છે
સામાન્ય રીતે સુરતથી આવતો ગાંજો જે તે સપ્લાયર ગાંજો એસટી બસમાં રેઢો કોઈપણ સીટ નીચે મૂકી દેતો હોય છે અને પોતે અન્ય સીટ ઉપર બેસી જથ્થા ઉપર વોચ રાખતો હોય છે પોતાને રાજકોટ કે જૂનાગઢ જ્યાં જવાનું હોય તે સ્થળ આવતા જ પોતે જથ્થો લઈને ઉતરી જતો હોય છે