વ્હોરા મસ્જિદમાં મોદી અને ધર્મગુરુનો ‘હમસફર’નો કોલ

 દેશના નવનિર્માણમાં વહોરા સમાજ અને સરકાર સાથે રહી નિરંતર આગળ વધશે
ઇન્દોર તા.14
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસ પર ઇન્દોર પહોંચી વ્હોરા સમુદાયના કાર્યક્રમ આશરા મુબારકા માં લોકોને સંબોધિત કરતાં પીએમએ કહ્યું કે વ્હોરા સમુદાયના લોકો મારા પરિવારજનો છે. ઇમામ હુસૈને દેશ દુનિયા સુધી સમાજમાં પ્રેમ અને માનવતાનો સંદેશો પહોંચાડ્યો છે. પીએમ નરેંદ્ર મોદીએ કહ્યું કે ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને તમે તમારા જીવનમાં ઉતાર્યો છે અને લોકો સુધી પહોંચાડ્યો છે. તેમની શિખામણ તે સમયે જેટલી મહત્વપૂર્ણ હતી એટલી આજે પણ જરૂરી છે. આપણે બધાએ સાથે મળીને જીવી દેખાડનારા લોકો છે. શાંતિ, સદભાવના, રાષ્ટ્રપ્રેમ વ્હોરા સમાજના લોકોમાં છે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે આપણે જે શહેરમાં ભેગા થયા છીએ, આ તો સ્વચ્છતાના આ આંદોલનનું નેતૃત્વ છે. ઇંદોર સતત સ્વચ્છતાની દ્વષ્ટિએ દેશભરમાં નં.1 રહ્યું છે. ઇંદોર જ નહી ભોપાલે પણ આ વખતે કમાલ કર્યો છે. એક પ્રકારે આખા મધ્ય પ્રદેશના મારા યુવા સાથી, એક-એક જન આ આંદોલનને ગતિ આપી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન ભલે સરકારે કર્યું હોય, પરંતુ આજે આ અભિયાન દેશની 125 કરોડ જનતા ચલાવી રહી છે. ગામડે-ગામડે ગલી-ગલીમાં સ્વચ્છતા પ્રત્યે એક અભૂતપૂર્વ આગ્રહ પેદા થયો છે. ચાર વર્ષ પહેલાં જ્યાં સુધી દેશના 40% ઘરો જ ટોયલેટ હતા આજે આ દાયરો 90% વધી ગયો છે.
વ્હોરા સમાજના 53માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને આ દરમિયાન વડાપ્રધાન મોદીની જોરદાર પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે આજે ઈમામ હુસૈનની શહાદતની યાદમાં વડાપ્રધાન આપણાં ગમમાં સામેલ થયાં તે મોટી વાત છે. તેઓએ કહ્યું કે અલ્લાહ વડાપ્રધાન મોદીને આપણાં વતનને આગળ લાવવાની શક્તિ આપે. ધર્મગુરૂએ વધુમાં કહ્યું કે, વતન સાથે વફાદારી, કાયદામાં ભાગીદારી જ ભારતના મુસલમાનોનો ઈમાન છે. વ્હોરા ધર્મગુરૂએ કહ્યું કે મુસલમાનોને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના દરેક વિસ્તારમાં પ્રેમ મળે છે.
આ પ્રસંગે મધ્યપ્રદેશના ઈખ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આજનો દિવસ ભારતના ઈતિહાસમાં ઐતિહાસિક છે. વડાપ્રધાનનું સપનું છે કે 2022 સુધી દરેકને છત મળે, વ્હોરા સમાજ અને આપણાં વડાપ્રધાન બંને જ ગરીબોના દુ:ખ દુર કરવાના કામો કરી રહ્યાં છે. શિવરાજે વધુમાં કહ્યું કે પોતાના દેશને પ્રેમ કરનારાંઓ, બીજાની મદદ કરનારાઓ અને અનુશાસિત જો કોઈ સમાજ છે તો તે વ્હોરા સમાજ છે.