ગુજરાતના વકીલો સુપ્રીમ કોર્ટનો ‘તિરસ્કાર’ કરશે!

 સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદાના વિરુદ્ધ વકીલો સુપ્રીમનો ઘેરાવ કરશે
નવી દિલ્હી તા.14
સુપ્રીમકોર્ટ તાજેતરમાં આપેલા એક ચુકાદાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 28 માર્ચે એક ચુકાદો આપ્યો હતો. કે હવેથી કોઈ પણ વકીલ પોતાના કામથી અળગા રહી નહીં શકે. અને કોઈપણ પ્રસંગમાં હડતાલ પાડી શકશે નહિ. ત્યારે આ ચુકાદાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમે વખોડી નાખ્યો છે. અને આગામી સમયમાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે.
આ ચુકાદો વકીલોના મૂળભૂત અધિકારો પર સીધો જ પ્રહાર કરે છે. ઉલ્લેખનીય છે આગામી 17 મી સપ્ટેમ્બરના રોજ બાર એસો. સાથે સંકળાયેલા તમામ વકીલોએ પોતાના મુખ્યમથક પર ભેગા થવાનું આહવાન કરવામાં આવ્યું છે અને સુપ્રીમના ચુકાદા અને સરકારની અન્ય રજૂઆતો અંગેની નિષ્ક્રિયતા અંગે ચર્ચા કરવાનું નક્કી કર્યુ છે. સાથો સાથ 2008 એડવોકેટ એક્ટ અને 1961 ની જોગવાઈઓની ઉપરવટ જઈને કઈ પ્રકારે કામ કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવશે.