‘લવ ગુરૂ’ને પાણીચું

 પી.એચડીની તાલીમ લેતી યુવતિની ફરિયાદ બાદ યુનિ.ની સિન્ડીકેટ બેઠકે કાયમી ગાઇડશીપ રદ કરી
રાજકોટ, તા.14
યુનિવર્સિટી ડર્ટીપિક્ચર કાંડના પ્રોફેશર નિલેશ પંચાલની આજરોજ મળેલી સિન્ટીકેટ મેમ્બરોની મિટિંગમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. અને કાયમી માટે ગાઇડશીપ પણ રદ્ કરાઇ છે. અને યુવતીને નવો ગાઇડ આપવાની ભલામણ કરાઇ છે. યુનિ.નો ચર્ચાસ્પદ (અનુસંધાન પાના નં. 10)
મામલાનો આજે સિટીકો મેમ્બરની મિંટિંગમાં નિર્ણય લેવાયો હતો. જેમાં પ્રોફેશર નિલેશ પંચાલના કાયમી માટે ગાઇડશીપ રદ્ કરી સસ્પેન્ડ કરી દેવાયો હતો. કાર્યકારી વાઇસ ચાન્સલેરે જણાવ્યું હતું કે મિંટિંગમાં તમામ પાસાઓ ધ્યાને લેવાયા હતા. તમામ પૂરાવા ચકાસવામાં આવ્યા હતાં. જેમાં નિલેશ પંચાલ દોષી જણાયો હતો. અને તપાસમાં માલુમ પડ્યું હતું કે અન્ય બે યુવતી પણ અધવચ્ચે પીએચડી છોડીને ચાલી ગઇ છે. જેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અન્ય બે યુવતીને પણ નિલેશ પંચાલ પજવણી કરતા હતા. હાલ એક કરતા વધુ વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાયાં છે. તેની સાથે સ્ટાફના પણ નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં સ્ટાફમાંથી પણ જાતિય સતામણી અંગેની ફરીયાદો ઉઠવા પામી હતી તેમજ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આવી ઘટનાઓ ન બને તે માટે ગંભીરપૂર્વક પગલા લેવામાં આવશે. પોલીસ ફરિયાદ શું કામ ન નોંધાઇ ?
સિન્ટીકેટની મિંટિંગ અને વાઇસ ચાન્સલર પોલીસ ફરિયાદ શું કામ ન થઇ તે અંગે મુઝાયા હતા. અને જણાવ્યું હતું કે યુવતી જ પોલીસ ફરિયાદ નથી કરવા માંગતી અને યુનિ. ઓર્ડિનન્સ 205 મુજબ જ કાર્યવાહી કરી શકશે અને યુવતીને પીએમડી પૂર્ણ કરવામાં જ અને કોઇ જાતિય સતામણી ન થાય તેમાં ઉત્સુકતા હતી. તેણીએ ના પાડવાના કારણે પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. આ અને વધુ સવાલ પૂછતા વાઇસ ચાન્સલેરે નનૈયો ભણ્યો હતો. અને આગામી સમય નિવૃત જજ હેઠળ કમિટિ બનાવી પ્રશ્નોની તજવીજ હાથ ધરાશે.