સુપ્રીમ યુ-ટર્ન: દહેજ કેસમાં હવે પતિની તત્કાળ ધરપકડ

 થોડા સમય પહેલાં કલમ 498-અ હેઠળ આરોપીની તત્કાળ ધરપકડ સામે સુપ્રીમે ‘સ્ટે’ આપ્યો હતો
નવી દિલ્હી તા.14
દહેજ વિરોધી કાયદાના વધી રહેલા દુરૂપયોગની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. કોર્ટે થોડા સમય પહેલા કલમ 498-એ હેઠળ આરોપીની તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી દીધી હતી. જો કે, હવે સુપ્રીમે પોતાના જ નિર્ણયમાં મોટો બદલાવ કરતા પતિની તુરંત ધરપકડનો રસ્તો સાફ કરી દીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદનો ઉકેલ લાવવા પરિવાર કલ્યાણ કમિટીની જરૂર નથી. કલમ 498-એ હેઠળના દહેજના કેસમાં પરિણીત મહિલાના પોતાના પતિ તેમજ તેના સંબંધીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. જેમાંત્રણ વર્ષની જેલની સજાની જોગવાઇ છે. કાયદાની સૌથી કડક બાજુ એ છે કે, તે અત્યાર સુધી બિનજામીનપાત્ર હતો. જો કે, સુપ્રીમ કોર્ટે તેમાં સુધારા કરતા મહિલા વકીલોની એનજીઓ ન્યાયાધર દ્વારા સુપ્રીમમાં પીટિશન કરાઇ હતી. દહેજના કેસમાં આરોપીની તુરંત ધરપકડ કરવા પર લયાવાયેલી પાબંધીને હટાવતા કોર્ટે કહ્યું હતું. કે, પીડિતાની સુરક્ષા માટે આમ કરવું જરૂર છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે આરોપીઓ માટે આગોતરા જામીનનો રસ્તો ખૂલ્લો છે. મહત્વનું છે કે, સુપ્રીમના બે જજોની બેંચે ગયા વર્ષે આપેલા જજમેન્ટમાં જણાવ્યું હતું કે, દહેજ કેસમાં સીધી ધરપકડ નહીં થાય, જો કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની
આગેવાનીમાં ત્રણ જજોની બેંચે તેમાં પરિવર્તન કર્યું છે.
કોર્ટે જણાવ્યું છે કે, કલમ498-એ મહિલાઓને સાસરામાં અપાતા ત્રાસ, તેમજ દહેજને લઇને થતી હેરાનગતિથી બચાવવા માટે છે. કોર્ટે કહ્યું હતું કે, આ કલમ હેઠળ આરોપીઓને અપાયેલા સેફકાર્ડ સાથે તે સહમત નથી. અગાઉ સુપ્રીમે રાજેશ શર્મા વિરૂદ્ધ સ્ટેટ ઓફ યુપીના કેસમાં ગાઇડલાઇન ઇશ્યૂ કરી હતી, જેમાં દહેજના કેસમાં તુરંત ધરપકડ પર રોક લગાવાઇ હતી. સુપ્રીમે કહ્યું હતું કે કોર્ટે પહેલા અરનેશ કુમાર વિરૂદ્ધ બિહાર સ્ટેટના કેસમાં પણ કોઇ ઠોસ કારમ વિના દહેજના કેસમાં ધરપકડ ન કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કાયદા પંચે પણ કહ્યું હતું કે, આ મામલાને સમાધાનકારી બનાવવો જોઇએ. નિર્દોષ લોકોના માનવાધિકારન નજરઅંદાજ ન કરી શકાય. નિર્દોષ લોકોના માનવધિકારને નજરઅંદાજ ન કરી શકાય.
-------------------