ગણેશ મહોત્સવના મહામૂલા દસ દિવસ September 14, 2018

ગણપતિ આયો બાપા...  રાજકોટમાં 25 કરોડનો આર્થિક વ્યવહાર.. રાજકોટ : ગુરૂવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. દસ દિવસ સુધી રંગીલુ શહેર શ્રીજીના રંગમાં રંગાઈ જશે... ત્યારે દસ દિવસ સુધી ચાલનાર આ મહોત્સવમાં 25 કરોડથી વધુનો આર્થિક વ્યવહાર થશે.
ગણેશ મહોત્સવ આપણું ભક્તિનું પર્વ છે તેમાં હવે વિવિધ સ્થળે લાખો કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે. દસ દિવસ ચાલનાર ગણેશ મહોત્સવમાં બજારમાં કુલ 25 કરોડથી વધુ રૂપિયાનો વ્યવહાર થશે. રાજકોટના તમામ મંડપ સંચાલકોને ઘરાકી નિકળી પડી છે, તે ઉપરાંત લાઈટીંગમાં પણ લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. મોટા પંડાલોમા રોજ ભોજન કરાવવામાં આવે છે. રોજ લાખો રૂપિયાની પ્રસાદીનું વિતરણ થાય છે.
તે ઉપરાંત રોજ રાતે પંડાલોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય રહ્યા છે. ફૂલબજારમાં લાવ....લાવ... હોવાથી ગુલાબોમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
સાઉન્ડ સીસ્ટમના ધંધાર્થીઓને પણ બખ્ખા થઈ ગયા છે. રાજકોટમાં 10 હજારથી વધુ ઘરોમાં, ફલેટની નીચે અને 500થી વધુ મોટા પંડાલોમાં ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. મૂર્તિઓનું 300 થી 1 લાખ સુધીની કિંમતમાં વેચાણ થયું હોવાથી કરોડોના મૂર્તિમાં આર્થિક વ્યવહારો થયા છે. મંદિમાં પણ શહેરીજનો ગણેશ ઉત્સવને અદકેરી ઉજવણી કરી રહ્યા છે. ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. લાડુનું સૌથી
વધારે વેચાણ
ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શહેરમાં 10 દિવસ સુધી શ્રીજીની પ્રિય આઈટમ લાડુનું સૌથી વધારે વેચાણ થઈ રહ્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. કાલથી વિસર્જન પણ શરૂ થઈ જશે
શહેરમાં કેટલાક લોકોએ એક દિવસના ગણપતિનું ઘરમાં સ્થાપન કર્યું છે. તેઓ આવતીકાલે ગણેશજીનું વિસર્જન કરાવે 3 દિવસનું સ્થાપન કરેલ હોય, પાંચ દિવસ, 7 દિવસ અને 9 દિવસ એટલે કે આવતીકાલથી શહેરમાં ગણેશજીનું વિસર્જન શરૂ થઈ જશે. ફૂલબજારની ડિમાન્ડ 10 ટકા ભાવો વધારે
ગણેશ મહોત્સવમાં સૌથી વધારે ડિમાન્ડ ફુલ બજારની હોય છે સવારે અને સાંજે ફુલ હાર ચઢાવાના હોવાથી ફુલનું વેચાણ કરતા વેપારીઓએ ફુલોમાં ખાસ કરીને ગુલાબના ફુલોમાં ભાવ વધારો કરી દીધો છે. કયાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે
 6 કરોડ રૂપિયાની ગણેશજીની મૂર્તિઓનું વેચાણ થઈ ગયું છે.
 3 કરોડ રૂપિયા મંડપ પાછળ ખર્ચ થઈ રહ્યો છે.
 1 કરોડ સાઉન્ડ સિસ્ટમ પાછળ
 25 લાખ વાહન વ્યવહાર ભાડે રાખવાનો ખર્ચ
 10 લાખના અબીલ - ગુલાબનો ખર્ચ
 1 કરોડ લાઈટીંગનો ખર્ચ
 50 લાખથી વધુના ખર્ચ ભોજન પાછળ કરવામાં આવે છે.
 1 કરોડથી વધુનો ખર્ચ સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કરાઈ રહ્યો છે.
 1 કરોડથી વધુ રકમ ફુલહાર પાછળ વાપરવામાં આવે છે.
 4 કરોડથી વધારે રોજ બે સમયે પ્રસાદીનું વિતરણ થાય છે.
 બાકીનો પરચુરણ ખર્ચ થઈ જાય છે.