‘બાહુબલિ’ને ચિત્ત કરશે ‘2.0’ ? અક્ષય-રજનીકાંત મહાબલિ સાબિત થશે?

મુંબઈ તા,14
રજનીકાન્ત અને અક્ષયકુમારની ‘2.0’ પ્રભાસ અને રાણા દગુબટ્ટીની ‘બાહુબલી 2’ નો બોકસ-ઓફિસ રેકોર્ડ તોડશે એવી આશા રાખવામાં આવી રહી છે. ‘બાહુબલી 2’ એ ભારતમાં અંદાજે 1400 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે બોલીવુડમાં 510.99 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ આંકડો પાર કરવો મુશ્કેલ જ નહીં. નામુમકિન છે. જોકે ‘2.0’ ના પોસ્ટર અને એની વિઝ્યુઅલ ઈફેકટસને માટે 545 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચર્ચામાં છે. આ ફિલ્મનું બજેટ ખુબ જ મોટું છે અને એ હોલીવુડની ફિલ્મને ટક્કર આપે એવી છે. રજનીકાન્ત અને અક્ષયકુમારની ફિલ્મને હિન્દી,તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં ટોટલ 6000 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે. આ રિલીઝ અત્યાર સુધીતી ભારતની સૌથી મોટી રિલીઝ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ‘બાહુબલી 2’ એ પહેલા દિવસે હિન્દી ભાષામાં 41 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘2.0’ પહેલા દિવસે 50 કરોડનો આંકડો પાર કરે તો નવાઇ નહીં કારણ કે આ ફિલ્મ 6000 સ્ક્રીનમાં રિલીઝ થઇ રહી છે.
રજનીકાન્ત અને અક્ષયકુમારની પોપ્યુલારટીને કારણે આ ફિલ્મને ખુબ જ મોટો લાભ થશે. રજનીકાન્ત ભારતની મોટો લાભ થશે. રજનીકાન્ત ભારતની સાથે અમેરિકા, મલેશિયા અને જાપાનમાં ખુબ જ પોપ્યુલર છે. અક્ષયકુમાર પણ કેનેડા અને આરબ દેશોમાં ખુબ જ ફેમસ છે. આ કારણસર ‘2.0’ ઈન્ડિયાની સાથે વિદેશમાં પણ ખુબ જ સારો બિઝનેસ કરશે. 29 નવેમ્બરે આ ફિલમ રિલીઝ થઈ રહી છે. જોકે હોલિડે ન હોવાથી ફિલ્મને એટલો લાભ નહીં થાય. આ વિશ. ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે આપણે હંમેશા ફરિયાદ કરતા હોઈએ છીએ કે આપણે હજી સુધી હોલીવુડ જેવી ફિલ્મ નથી બનાવી શક્યા. મને ખુશી છે કે કોઈએ તો ફિલ્મ બનાવવાનું રિસ્ક લીધું. મને ખાતરી છે કે ફિલ્મમેકર નફો કરશે.’