ડરના અચ્છા લગતા હૈ! હોલીવુડની હોરર ફિલ્મ ‘ધનન’ સુપર હિટ

  • ડરના અચ્છા લગતા હૈ! હોલીવુડની હોરર ફિલ્મ ‘ધનન’ સુપર હિટ
  • ડરના અચ્છા લગતા હૈ! હોલીવુડની હોરર ફિલ્મ ‘ધનન’ સુપર હિટ

મુંબઈ તા,14
હોલીવુડની હોરર ફિલ્મ ‘ધ નન’ એ દુનિયાભરમાં જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ ક્ધજ્યુંરીંગ ફ્રેન્ચાઇઝીની 5 મી ફિલ્મ છે. જે લોકોને હોરર ફિલ્મ પસંદ છે તેમને ધ નનની સ્ટોરી ઘણી ગમી છે. આ ફિલ્મે વીકેંડમાં જ બનાવવાના ખર્ચા કરતા 6 ગણી વધુ કમાણી કરી છે.
ફોર્બ્સના રીપોર્ટ પ્રમાણે 158.4 કરોડના બજેટમાં આ ફિલ્મ બની છે. જયારે આખી દુનિયામાં પહેલા વીકેંડમાં તેણે 943.2 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતના બજારોમાં પણ ધૂમ કમાણી કરી છે.બીજી બાજુ ત્રણ બોલીવુડની ફિલ્મ રીલીઝ હોવા છતાં ધ નન ફિલ્મનો બોક્સ ઓફીસ પર સારો દેખાવ રહ્યો છે.
ભારતમાં આ ફિલ્મે રીલીઝ થયાના પહેલા જ દિવસે 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ સાથે રીલીઝ થનારી બીજી ફિલ્મો પલટન , લેલા મજનું અને ગલી ગુલિયા ને ઘણી પાછળ છોડી દીધી છે. ધ નન ભારતમાં ક્ધજયુરીંગ સીરીઝની સૌથી મોટી અને સારી ઓપનર ફિલ્મ સાબિત થઇ છે.
ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે ભારતમાં ધ નન ફિલ્મે ઓપનીંગ વીકેંડમાં કુલ 28.50 કરોડની નેટ કમાણી કરી છે. જો કે રવિવારે ધાર્યા જેટલું કલેક્શન આ ફિલ્મ દ્વારા થઇ શક્યું નહતું.
આ ફિલ્મે શુક્રવારે 8 કરોડ, શનિવારે 10.20 કરોડ અને રવિવારે 10 કરોડની કમાણી કરી છે. ભારતમાં કુલ 1603 સ્ક્રીનમાં આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી છે. માત્ર ચાર દિવસમાં આ ફિલ્મે 30 કરોડથી વધારે કમાણી કરી લીધી છે.
આ ફિલ્મ ઘણી હોરર છે. તેમાં શેતાન અને ચર્ચ વચ્ચેની લડાઈને દર્શાવી છે.