કરીના બે વર્ષ બાદ ફરી મમ્મી બનવાના મુડમાં


મુંબઇ તા.14
કરીના કપુર ખાને હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે બે વર્ષ બાદ ફરી એકવાર મમ્મી બનવાની તૈયારી કરશે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનાં લગ્ન ર01ર માં 16 ઓકટોબરે થયા હતા. ર016 ની ર0 ડિસેમ્બરે તૈમુરનો જન્મ થયો હતો. હાલ તે દોઢ વર્ષનો છે. કરીનાએ એક ચેટ-શોમાં પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા સાથે ભાગ લીધો હતો. આ શોમાં કરીનાને પુછવામાં આવ્યું હતું કે શું તે અને સૈફ તૈમુર બાદ બીજા બાળક માટે કોઇ તૈયારી કરી રહ્યાં
છે ? આ સવાલનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે બે વર્ષ બાદ.