જામનગરમાં યુવતીની હત્યાના બન્ને આરોપીઓની ધરપકડ

 પૈસાની ઉઘરાણીના મામલે ઢીમ ઢાળી દીધુ હતું
જામનગર તા,14
જામનગર શહેરમાં ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે એક યુવકની 18 હજારની ઉધરાણીના મામલે છરીના પાંચ જેટલા ઘા જીકી દઇ નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જામનગરમાં આરબ જમાત ખાના વિસ્તારમાં પરમ દિને મોડી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં રફીક ઉર્ફે ચિકલો મહમ્મદભાઇ ઘાંચી નામના 40વર્ષના યુવાનની બર્ધન ચોક વિસ્તારમાં જાહેરમાં છરીના પાંચ જેટલા પ્રાણઘાટક હુમલાઓ કરી નિર્મમ હત્યા નિપજાવાઇ હતી જે હત્યાના બનાવમાં સંડોવાયેલા અજરૂદિન નવાઝ અલી સમા અને નજીરબાપુ સૈયદ નામના બે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત આરોપીઓ હત્યાની ઘટના પછી ભાગી છુટયા હતા પોલીસે હુમલામાં વપરાયેલી છરી ઉપરાંત બાઇક વગેરે કબજે કરી લીધા હતા મરનાર રફીક પાસે આરોપી 18 હજાર રૂપિયા માંગતા હતા જે પૈસાની ઉઘરાણીના મામલે દખો થયો હતો અને ઉશ્કેરાટમા આવી જઇ ઉર્ફે ચિકલાની નિર્મમ હત્યા કરી દેવાઇ હતી.