જામકંડોરણાના ભૂદેવે રંગ રાખ્યો : 14 લાડુ ઝાપટી નાખ્યા

ભાણવડના 70 વર્ષીય ભુદેવ પણ 10 લાડુ આરોગી ગયા ; જામનગરમાં પ્રૌઢાએ દશ લાડવા ખાઈ સ્ત્રી વિભાગમાં મેદાન માર્યુ
જામનગર તા,14
જામનગર શહેરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે સતત 11મા વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે મોદક સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ત્રણ બાળકો અને નવ મહિલાઓ સહિત 44 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા થનારને પુરસ્કાર એનાયત કરાયા હતા. જામનગરની સંસ્થા બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત 11માં વર્ષે ઓપ્ન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજવામાં આવી હતી જે સ્પર્ધામાં પુરૂષ વિભાગમાં 32 સ્પર્ધકો મહિલાઓમાં 9 સ્પર્ધકો અને બાળકોમાં ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જામનગર શહેર, જામજોધપુર, ખંભાળીયા ,ભાણવડ, જામકંડોરણા સહિતના 44 સ્પર્ધકો જોડાયા હતા જામગરના સંસ્કૃત પ્રાઠશાળામાં યોજાયેલી મોદક સ્પર્ધા માટે 100 ગ્રામ વજનના ચુરમાના લાડુ અને દાળ બનાવીને પીરસાયા હતા એવરેજ એક વ્યકિત માટે 5 લાડુની ગણતરી કરી તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં સુધ ઘી સુકો મેવો ડ્રાઇફુટ જાવંતટ્રી, ચળાની દાળ, વગેરેના મિશ્રણથી લાડુ તૈયાર કરાયા હતા સ્પર્ધકોને લાડુ તેમજ દાળ પિરસવામાં આવ્યા હતા.
પુરૂષ વિભાગની સ્પર્ધામાં જામકંડોરણાના વતની 50 વર્ષની વયના નવીનભાઇ દવેએ 14 લાડુ આરોગીને બાજી મારી લીધી હતી જેવોને પ્રથમ ક્રમાકે વિજેતા જાહેર કરાયા હતા આ ઉપરાંત ભાણવડના 69 વર્ષના બુઝુર્ગ આર એન ઝાલાએ 10 લાડુ આરોગી દ્રિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું આ ઉપરાંત જામનગરના 80 વર્ષના બુઝુર્ગ કનકરાય ઓઝાએ 8 લાડુ આરોગી યુવાનોને પાછળ રાખી દીધા હતા અને ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું તેજ રીતે બહેનોના વિભાગમા જામનગરના પદમાવતીબેન ગજેરા ઉ.વ 52 એ દસ લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. જયારે જામનગરના જ હર્ષાબેન ભુવા ઉ.વ 50 એ 7 લાડુ આરોગી દ્રિતિય સ્થાન તેમજ જામનગરના સરસ્વતીબેન ગોહિલ ઉ.વ. 56 છ લાડુ આરોગી તૃત્ય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું બાળકોના વિભાગમાં જામનગરના હરી ખેતાણી નામના 11 વર્ષના બાળકે 3 લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું 13 વર્ષના આદિત્ય નામના બાળકે બે લાડુ આરોગી દ્રિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું જયારે કવન વજાણી નામના માત્ર 3 વર્ષના બાળકે એક લાડુ આરોગી ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.