નવ સિરામિક ફેક્ટરીને ક્લોઝર નોટિસ

 જાહેરમાં કદડો ફેંકતા એકમો પર પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ આક્રમક બનતા ફફડાટ
મોરબી તા.14
મોરબીમાં જાહેરમાં કોલગેસનો કદળો નિકાલ કરનાર નવ સિરામિક ફેકટરીઓ સામે લાલ આંખ કરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટીસ ફટકારવામાં આવતા પ્રદુષણ ફેલાવતા સિરામિક કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે
મોરબી પ્રદુષણ નિયંત્રણ કચેરીના સાયન્ટિફિક ઓફિસર કાપડિયા જણાવ્યા મુજબ સરકારના આદેશ અન્વયે પ્રદુષણ ફેલાવનાર એટોમ સિરામિક, કાવેરી સિરામિક, કાસ્વા ટાઈલ્સ પ્રા. લી. જીગોન સિરામિક પ્રા લી, શિવ ઇન્ડસ્ટ્રીઝ, સ્વાગત સિરામિક, લેન્ડમાર્ક ટાઈલ્સ પ્રા. લી. મેગાટ્રોન સિરામિક અને લેકટોન ટાઈલ્સ મળી કુલ નવ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પેટ્રોલિંગ કરી અગાઉ બે ટેન્કર ઝડપી લીધા હતા અને બાદમાં એક ટેન્કર મળી કુલ ત્રણ ટેન્કર ઝડપી લેવામાં આવ્યા હતા અને તમામ ટેન્કરમાંથી કોલગેસનો કેમિકલયુક્ત કદડો હોવાનું બહાર આવ્યું હતું આ મામલે જીપીસીબી દ્વારા પ્રથમ વખત જ ફેકટરી માલિકો વિરુદ્ધ ફોજદારી પગલાં પણ લેવામાં આવ્યા છે જેને પગલે સીરામીક કારખાનેદારોમાં ફફડાટ મચી ગયો છે નોંધનીય છે કે જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકાર્યાને પગલે પ્રદુષણ ફેલાવનારા નવેય કારખાનેદારો પાસેથી મોટી રકમની બેન્ક ગેરંટી લેવામાં આવશે અને તમામ ફેક્ટરીની ચકાસણી કરી રિજીઓનલ કચેરીની મંજૂરી બાદ જ ક્લોઝર નોટિસ પરત ખેંચી આવા કારખાના પુન: ચાલુ કરી શકાશે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું