શાકભાજીના પણ ભાવ ફનહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં

તળાજા તા.14
શાકમાર્કેટ અને માર્કેટીંગ યાર્ડોમાં છેલ્લા પાંચેક દિવસથી વધુ પ્રમાણમાં શાક બકાલું આવી રહ્યા છે. પુરવઠો અને માંગના નિયમને આધીન શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહીણીઓ ખુશખુશાલ છે તો બીજી તરફ ખેડુતોને નજીવાદરો મળતા હોઇ ચિંતીત થયા છે. શાકભાજીના વેંચાણ પર સ્પષ્ટ નીતી ન હોઇ ખેડુતો દ્વારા વેંચાતા અને શાકમાર્કેટમાં વેચાતા શાકભાજીમાં પણ નફાના ધોરણમાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
તળાજા વિસ્તારના ખેડુતો, દલાલો દ્વારા અહીંના માર્કેટીંગ યાર્ડમાં લાવવામાં આવતા શાકભાજી, બટેટા, ડુંગળીની આવક ઘણી જ વધી છે. ખાસ કરીને છેલ્લા પાંચેક દિવસમાં લીલુ તાજુ શાકભાજી આવી રહ્યું હોય. માંગ કરતા પણ વધારે આવકના કારણે ખેડુતોને પોતાના માલના ભાવો ધાર્યા કરતા ઘણા જ ઓછા મળી રહ્યા છે. જેનો ફાયદો તળાજા શાકમાર્કેટમાં શાકભાજીના છુટક વેચાણ પર પડતા ગૃહીણીઓને થઇ રહ્યો છે. તો ખેડુતો ચિંતીત થયા છે. માર્કેટીંગયાર્ડમાં શાકભાજીની દલાલ કરતા હુસેનભાઇ નાગરીયા તથા માર્કેટમાં છુટક વેંચાણ કરતા વિજયભાઇ મકવાણા પાસેથી જાણવા મળતી વિગતોમાં બટેટા છુટક 20 થી 05 રુપયે વેચાય છે. જે જથ્થાબંધ 15 થી 17 રુપીયે માર્કેટમાં ઠલવાય છે. જયારે અમુક માલ વેંચાયા વગરનો પડયો રહે છે પરિણામે ખેડુતોને નુકશાની વેઠવાનો સમય આવ્યો છે. શાાકભાજી છુટક ભાવ ખેડુતોને મળતા ભાવ
રીંગણા 20 થી 30 10 થી 15
ટમેટા 15 થી 20 7 થી 10
ગુવાર 30 થી 40 10 થી 15
ભીંડો 10 થી 15 2 થી 5
વાલોળ 40 થી 50 10 થી 15
તુરીયા 15 થી 20 2 થી 8
કાકડી 15 થી 20 5 રુપીયા
કોબી 20 થી 30 5 થી 7
સરગવો 40 થી 50 20 થી 25
શાાકભાજી છુટક ભાવ ખેડુતોને મળતા ભાવ
ચોળી 20 થી 30 5 થી 10
ટીંડોરા 30 થી 40 10 રુપીયા
દુધી 15 થી 20 2 થી 3
મરચા 10 થી 20 5 થી 7
કોથમરી 20 રુપીયા 5 થી 7
આદુ 60 થી 80 40 રુપીયા
ગલકા 15 થી 20 પ રુપીયા
ખેડુતોને પુરતુ વળતર મળતુ નથી જયારે છુટક વેપારીઓ ડબલ ભાવથી માલ વેચી નફા ખોરી કરી રહ્યા છે.