‘અનર્થ’ અટકાવવા કાલે વડાપ્રધાનની રિવ્યૂ બેઠકSeptember 14, 2018

 નાણામંત્રી સહિત કેબિનેટના મંત્રીઓ,
નીતિ આયોગના વડા અને આર્થિક સલાહકારો હાજર રહેશે
નવી દિલ્હી તા.14
દેશમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી આર્થિક હાહાકાર મચી ગયો છે અને બીજી બાજુ ડોલર સામે રૂિ5યોસતત ગગડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં લઇને ખાસ કરીને રૂપિયાના પતનને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવે અંગત રસ લઇને કાલે શનિવારે વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી છે. આ રિવ્યૂ મિટિંગમાં અર્થતંત્ર પર ચર્ચા થશે. અહેવાલો અનુસાર આ મિટિંગમાં
નાણાપ્રધાન અરૂણ જેટલી હાજર રહેશે. આ ઉપરાંત કેટલાક કેબિનેટ પ્રધાનો પણ હાજર રહેવાની શક્યતા છે.
આ દરમિયાન નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે રૂપિયામાં હવે કોઇ પણ જાતને આધાર વગર ઘટાડો થાય નહીં તે માટે સરકાર અને આરબીઆઇ શક્ ય તમામ પ્રયાસો કરશે.
વડાપ્રધાન સાથેની બેઠકમાં રૂપિયાને કઇ રીતે મજબૂત કરાય અને પેટ્રોલ-ડીઝલના ભાવ કઇ રીતે ઘટાડાય તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવછ કુમાર, પીએમની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન વિવેક દેવરાય અને આર્થિક બાબતોના સચિવ હસમુખ અઢિયા ભાગ લેશે. તો 2019માં મોદી સરકારનું રામ બોલો ભાઇ રામ: બાબા રામદેવ
નવી દિલ્હી: યોગગુરૂ બાબા રામદેવે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મોદી સરકારને ઘણા સુચનો આપ્યા છે અને સાથે જ સલાહો આપી છે. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન મોદીએ મોંઘવારીને કાબુમાં ન કરી તો 2019માં તેમને આ બહુ મોંઘુ પડશે. તેમણે કહ્યું કે અમેએવા કામ કર્યા છે જેનાથી દેશના લોકોને ફાયદો થાય. અમે કામ કર્યા જેનાથી ખેડુતોને તેમના દુધની વધુ કિંમત મળે અને દેશના લોકોને (અનુસંધાન પાના નં.8) સસ્તા ભાવે દુધ મળે. આનાથી પતંજલીને 50 પેસા કે 1 રૂપિયાનો સાધારણ નફો થાય તો પણ.
તેમણે કહ્યું કે મોંઘવારીની મારમાં અને પેટ્રોલ-ડીઝલના ભાવને ઘટાડી શક્યા નથી કારણ કે તે તમારા નિયંત્રણમાં નથી તે સરકારના હાથમાં છે. અમારા અંકુશમાં જે છે તેનાથી અમે લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ.
બાબા રામદેવે કહ્યું કે એ વાત સાચી છે કે થોડા દિવસ પહેલા સુધી ક્રૂડ ઓઈલના ભાવ તળિયે હતા. હવે થોડા વધ્યા છે. તેમ છતા જો ટેકસ ઓછો કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઇ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે આગ લાગેલી છે તેના પર ટેકસ ખતમ કરી દેવામાં આવે તો આજે પણ તેની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર થઇ શકે છે.
વડાપ્રધાન મોદી તમારી વાત સાંભળે છે આ વાતની પ્રતિક્રિયા આપતા રામદેવે કહ્યું કે, મોદીજી અત્યારે સહી સલામત છે, ન તેઓ બહેરા છે ન મુંગા. મને લાગે છે કે તેઓ જરૂર મારી વાત સાંભળી રહ્યા છે. અમે ભવિષ્યમાં પણ તેમને સાંભળાવતા રહીશું. 2019ની મહાસંગ્રામ નજીક છે. તેના પહેલા સરકાર મોંઘવારીની આગ બુઝાવવી પડશે નહીં તો આ તેમને બહુ ભારે પડશે.
-------------