લાલજી પટેલે પણ અલ્ટિમેટમ પાછું ખેચ્યું

સમાજના અગ્રણીઓની અપીલને માન્ય રાખી
અમદાવાદ તા.14
રાજ્યમાં હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ દરમિયાવ મહેસાણા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)એ લાલજી પટેલે સરકારને બાનમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. લાલજી પટેલે એક વીડિયો પોસ્ટ કરીને સરકારને હાર્દિક પટેલ સહિતની માંગો પુરી કરવા 72 કલાકનું એલ્ટીમેટમ આપ્યું હતું. જેનો આજરોજ સમય પુરો થયો છે.
એસપીજીના લાલજી પટેલે આપેલા અલ્ટીમેટમનો સમય તો પુરો થઈ ગયો છે, પરંતુ સમાજના અગ્રણીઓની વિનંતીને ધ્યાનમાં લઈ
(અનુસંધાન પાના નં.8)
તેઓએ પોતાનું અલ્ટીમેટમ પાછું ખેંચી લીધું છે. આ સિવાય સમાજની અગ્રણી ધાર્મિક સંસ્થાઓના વડાઓને મનાવતા હાર્દિક પટેલે પણ પોતાના ઉપવાસ છોડી પારણાં કરી લીધા છે.
એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સરકારને પાટીદાર સમાજના પડતર મુદ્દાઓના નિરાકરણ માટેની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની જે માંગણીઓ કરી રહ્યો છે તેનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેને કોઈ રોકી નહીં શકે.
તમને જણાવી દઈએ કે, લાલજી પટેલે પાટીદાર સમાજના પડતર 8 મુદ્દાઓના નિરાકરણ માટે સરકારને 72 કલાકનો સમય આપ્યો હતો. અને જો આ 72 કલાકમાં સરકાર તેમની માંગો નહીં સંતોષે તો રાજ્યભરમાં એસપીજી ઉગ્ર આંદોલન ચલાવશે અને તેને કોઈ રોકી શકશે નહીં.
-------------------