કુછ દિન તો ગુજારિયે દૂસરે કાશ્મીર મેં!

જો તમે ફરવાના શોખીન હોવ તો ચોક્કસ નવી નવી જગ્યા શોધતા જ રહેતા હશો. તો આ દિવાળી વેકેશન માટે અમે લઇ આવ્યા છે એક એવા ડેસ્ટીનેશન વિશેની જાણકારી જેની સુંદરતા અને શાંતિ તમારું મન મોહી લેશે અને તમે શિમલા-મનાલી તો સાવ ભુલી જ જશો. આ જગ્યા એટલે પાર્વતીવેલી જે હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. પાર્વતીવેલી હિમાચલ પ્રદેશની એક એવી જગ્યા છે. જેમાં કુદરતે સૌંદર્ય છુટા હાથે વેર્યુ છે અને સૌથી મોટી વાત તો એ છે કે આ સૌંદર્ય આજદિન સુધી માનવ સ્પર્શથી દુર રહ્યું છે જેથી ખુબ જ મનોહર રહ્યું છે. અહીંના ગામ શાંતિ અને શહેરના દેકારાથી દુર છે અને રમણીયતા તો એટલી કે તમારું પાછું જવાનું મન જ નહીં થાય કદાચ આ જ કારણે અહીં ફરવા આવેલ ઘણા પ્રવાસીઓ તો કાયમ માટે અહીં જ રહી ગયા છે. આમ તો પાર્વતીવેલીમાં ઘણા સુંદર ઘર આવેલા છે. જ્યાં તમે વેકેશનમાં અદ્દભૂત આનંદ માણી શકો છો પરંતુ તેમાં ફસોલ, તોશ, ચલાલ, રસોલ અને ખીરગંગા સૌથી સુંદર ગામો પૈકી છે. અહીં લોકપ્રિય તીર્થસ્થળ મણીકરણ પણ આવેલું છે. અહીં ફરવા ઉપરાંત ખાવા-પીવાની પણ અનેક સ્થાનિક મજેદાર આઇટમ મળે છે. અહીં તમને અલગ અલગ પિઝ્ઝાથી લઇને તમારા ભાવતા દરેક પ્રકારના શાક મળી રહે છે.
પાર્વતીવેલીમાં ફરવાનો બેસ્ટ સમય ઓકટોબરથી જૂન વચ્ચે છે. જ્યારે કસોલમાં વર્ષભર વાતાવરણ ખુશનુમા રહે છે. જો કે તમે ઓકટોબરથી નવેમ્બર એન્ડ અને માર્ચથી મે વચ્ચે અહીં ઘણું એકસપ્લોર કરી શકો છો.