500 કરોડનાં ખૂબ‘સુરત’ ગજાનન

  • 500 કરોડનાં ખૂબ‘સુરત’ ગજાનન

સુરત તા.14
ગણેશજીની પ્રતિમાનુ મૂલ્ય કેટલી આંકી શકો તમે? હજારોમાં અને ખૂબ ભવ્ય હોય તો લાખોમાં પરંતુ કરોડોમાં તો કલ્પના પણ ન થઇ શકે પણ સુરતમાં એક હીરાવેપારી પાસે એવી પ્રતિમા છે જેની કિંમતની કલ્પનાનો વિચાર પણ ભાગ્યે જ આવે. ઓરીજીનલ રફ ડાયમંડની પ્રાકૃતિક ગણેશની આ ટ્રાન્સફર પ્રતિમાની કિંમત તેમના જણાવ્યા અનુસાર 500 કરોડ જેટલી આંકવામાં આવી છે. 27.74 કેરેટના ડાયમંડ ગણેશના સુરતી ગણેશભક્તોને આ ગણેશ ઉત્સવમાં દર્શનનો લ્હાવો પણ મળશે.
12 વર્ષ પહેલા રફ ડાયમંડની ખરીદી વખતે મારા હાથમાં કિસ્મત લાગી ગઇ હતી. રફ ડાયમંડમાં ગણેશજીની આકૃતિ દેખાતા મેં ખૂબ શ્રદ્ધાભાવ સાથે ગણેશની પ્રાકૃતિક ડાયમંડની પ્રતિમાને ખરીદી લીધી અને કાયમ માટે મંદિરમાં મૂકી દીધી સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારના વેપારીએ આ શબ્દો કહ્યા હતા. શ્રદ્ધાના વિષયમાં પુરવાની જરૂર નથી હોતી તેમ છંતા નરી આંખે દેખાઇ એ ખરી હકિકત છે.
ગજરાજ સમુ મસ્તક, જમણી સૂંઢ, બે હાથ, બે પગ વચ્ચે જગ્યા, ડાબી બાજુમાં એકદંતના દર્શન પણ થાય છે. 24.11 મિલી મીટર ઉંચાઇ અને 16.49 પહોળાઇ ધરાવતા શ્રીજીનો કલર યલો ગ્રે પ્રકારનો છે. આ પ્રતિમાને આઇડીઆઇ જેમ ટેસ્ટીંગ લેબોરેટરી દ્વારા નેચરલ ડાયમંડ તરીકેનું સર્ટીફિકેટ મળ્યુ છે.
તો સ્પાર્કલમાં તેને નરાઇટ ટ્રન્ક, નેચરલ ટ્રાન્સપ્રન્ટ ડાયમંડ વેઇટ- 27.74’નું સર્ટીફિકેટ એનાયત કરાયુ છે. આફ્રિકાની કોંગો ક્ધટ્રીના મ્બુઝીમાઇનનો આ ડાયમંડ છે.
હાલ જ્યારે ગણેશ ઉત્સવના શ્રીગણેશ થયા છે ત્યારે સુરતની આ દુર્લભ અને અનમોલ ગણેશની રફ ડાયમંડની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.