ચીનની સ્ટાર હિરોઇન પણ ‘માલ્યા’ના માર્ગે!

બેઇજિંગ તા.14
હોલિવુડની એક્શન સિરીઝ એક્સમેનમાં નજર આવેલી એક્ટ્રેસ ફેન બિગ બિગ ગત બે મહિનાથી ગાયબ છે. ચીની મીડિયાના જણાવ્યા પ્રમાણે હાલમાં જ તે હેડલાઇન પર કંઇક વધારે જ ચમકવા લાગી હતી. ફેન સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેતી હતી. તેણે પોતાની પોસ્ટ જુલાઇ 2018માં કરી હતી. જે પછી તેની કોઇ પણ પોસ્ટ અપડેટ ન હોવાના અંદાજો લગાવાઇ રહ્યો હતો કે તે ગાયબ છે. કારણ કે ફેમને સોશિયલ મીડિયાનું કંઇક વધારે જ એડિક્શન હતું. પણ તે જે જગ્યાએથી મળી તે સાંભળી તમે દંગ રહી જશો.
ફેન બિગ બિગ ચીનની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. હાલમાં જ ચીની મીડિયામાં એ ખબર ફેલાઇ ગઇ કે તે ખોવાઇ ચૂકી છે. ચીની મીડિયાના પ્રમાણે થોડા સમય પહેલા જ તેણે એક નવો બિઝનેસ શરૂ કર્યો હતો. જે માટે બેંક પાસેથી લોન લીધી હતી. પરંતુ આ લોન સમયસર ચૂકવી ન શકતા ચીની ઓથોરિટી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.