જીએસટીએ વધારી દીધા 4 લાખ ‘વેપારી’!


વેટ ભરતા
વેપારીઓનું
માઇગ્રેશન બાદ
કરદાતાઓની
સંખ્યા વધી છતા
રિટર્ન ભરવામાં
ઉદાસીનતા
રાજકોટ, તા.13
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થયા બાદ રાજ્યમાં 9.50 લાખ વેપારીઓનું જીએસટીમાં માઇગ્રેશન થયું છે જે વેટમાં 5.30 લાખ હતા. જીએસટીમાં થયેલા માઇગ્રેશનના વેપારી પૈકીના માત્ર 55 ટકા જ વેપારીઓ રેગ્યુલર રિટર્ન ફાઇલ
કરે છે.
જીએસટી કચેરીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જીએસટીનો અમલ થયાને એક વર્ષ જેટલો સમય થયો છે અને વેટમાંથી વેપારીઓને માઇગ્રેશન થઇ જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવી નવા નંબર મેળવવાના હોય છે જેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 9.50 લાખ વેપારીઓ જીએસટીમાં માઇગ્રેશન થયા છે જ્યારે વેટમાં 5.30 લાખ વેપારીઓ હતા.
જીએસટીનો અમલ ટેક્સની ચોરી અટકાવવા અને સરકારની આવકમાં વધારો કરવા માટે કરવામાં આવ્યો છે. પરંતુ જીએસટીના નોંધાયેલા વેપારીઓમાંથી માત્ર 55 ટકા જ વેપારીઓ જ રેગ્યુલર રિટર્ન ભરી રહ્યા છે. જ્યારે 45 ટકા વેપારીઓ આજે પણ અનિયમિત રિટર્ન ભરી રહ્યા છે તેમજ રાજ્યમાં ઘણા એવા વેપારીઓ છે જેને આજદિન સુધી એકપણ રિટર્ન ભર્યા નથી. જેને જીએસટી વિભાગ દ્વારા હજુ સુધી માત્ર નોટીસ આપવામાં આવી છે.
જીએસટીમાં શરુઆતથી જ જીએસટીના પોર્ટલની સમસ્યા રહી છે અને આજદિન સુધી આ સમસ્યા યથાવત હોય જેથી પણ વેપારીઓને રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી રહી છે અને પોર્ટલની સમસ્યા હલ નહી થતા પણ વેપારીઓ જીએસટીમાં માઇગ્રેશન થતા ગભરાઇ રહ્યા છે અને જીએસટી રજીસ્ટ્રેશન કરાવવામાં ઉદાસીનતા જોવા મળી રહે છે.
જે વેપારીઓ રિટર્ન ફાઇલ નથી કરી શકતા તેમને દરરોજની 50 રૂપિયા પેનલ્ટી ફટકારવવામાં આવે છે તેનાથી પણ વેપાર ઉપર અસર થઇ રહી હોય જીએસટીમાં આપતા વેપારીઓ કચવાટ અનુભવિ રહ્યા છે તેમ અંતમાં જણાવ્યું હતું.